શ્રી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ માંડવી ઘરે ઘર તિરંગો લહેરાવશે

તિરંગા ની ચાહ અને દેશપ્રેમ ની ઉમંગ સાથે જાગૃતિ લાવવા નો અનેરો પ્રયાસ માંડવી ના આગેવાનો કરી રહ્યા છે.

રિપોર્ટ -અજય ખત્રી માંડવી -કચ્છ

75 આઝાદી અમૃત મહોત્સવ હર ઘર તિરંગા પર્વ અંતર્ગત શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર માંડવી અને શ્રી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ માંડવી પરિવાર ના ઘરે ઘરે આપણી આન બાન શાન આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજલભાઈ ઓઝા અને દર્શનભાઈ ઓઝા ના ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરવાયું હતું.ભારત માતા કી જય સાથે દેશ પ્રેમ ની ભાવના ને પ્રજ્વલિત કરી રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવ્યો હતો. શ્રી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ ના બાળકો માં દેશ ભક્તિ ના બીજ રોપવા નું આ સુંદર કાર્ય કરાઈ રહ્યું છે. આ તકે કેતન ભાઈ ઓઝા દ્વારા રાષ્ટ્રના યુવાનો નીરવ્યસની બને અને તંદુરસ્ત રહે એવી પ્રેરણા રૂપી રજુવાત કરાઈ હતી શ્રવણ ભાઈ દ્વારા 75 માં આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી ઘર ઘર તિરંગો ફરકાવી રાષ્ટ્ર પ્રેમ સાથે ઉતશવ ઉજવવા સહુ ને આહવાન કર્યું હતું. આ તકે પધારેલા સહુ મહેમાનો ને બીજલ ભાઈ અને દર્શનભાઈ ના માતૃશ્રી મજુંલાબેને આવકાર્યા હતા. કેતન ઓઝા,શ્રવણ ભાઈ ત્રિવેદી, મૂકેશ ભાઈ ત્રિવેદી,મહેશ ભાઈ ઓઝા,બીજલ ઓઝા,દશઁન ઓઝા,હરીપ્રસાદ ભાઈ વ્યાસ જીતૂ કાકા માંડલીયા,અંજય ભાઈ સોલંકી,દીપક ભાઈ સોની,સંધયાબેન, લાભૂ બેન સહિત ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *