સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત ઉછેરાયેલા ૪૪.૮૭ લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરાશે
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ઉજવાશે વન મહોત્સવ

કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૨.૦૮.૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૯.૦૦ કલાકે પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ૪૪.૮૭ લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવશે. જેમાં નીલગિરિ, પ્લેટોફાર્મ, લીંબારો, બિલી, ગરમાળો સહિતના રોપાનું વિતરણ અને વાવતેર કરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડ, આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી નિમિષાબેન સુથાર, પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કુ.કામિનીબેન સોલંકી, હાલોલ ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ પરમાર, ગોધરા ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, કાલોલ ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણ, વન સંરક્ષક શ્રી ડૉ. અંશુમન શર્મા, ઘનિષ્ઠ વનીકરણ સમિતિના સભ્ય સચિવ શ્રી એમ. ડી. જાની , નાયબ વન સંરક્ષક શ્રી એમ. એલ.મીના, જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ ઉપસ્થિત રહેશે.
