વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન હેતુ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટ : ચિરાગ પાડેય
આઝાદીના 75 વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા અભિયાનને પ્રોત્સાહન હેતુ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મેયર , ધારાસભ્ય, શિક્ષણ અને આચાર્ય ગણ તથા સમિતિના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળાથી નીકળી ભગતસિંહ ચોક ગાંધીનગર ગૃહ થઈ પરત ફરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *