ખેડબ્રહ્મા ખાતે આર્ડકતા કોલેજમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા

સૌપ્રથમ કાર્યક્રમની રૂપરેખા મુજબ પ્રાર્થના તેમજ દિપ પ્રાગટયના કાર્યક્રમ પૂર્ણ કર્યાબાદ અઘ્યક્ષશ્રી ઘ્વારા પ્રવચન કરવામાં આવ્યું કે વૃક્ષારોપણ એક એવુ પ્રવિત્ર કાર્ય છે કે પ્રત્યેક વ્યકિતએ તેમાં સહભાગી બનવું જરૂરી છે . વૃક્ષ એજ જીવન છે . તે પંકિતને સાર્થક કરવા આજે આપણે સૌ અહીયાં ઉપસ્થિત થયેલ છે . વૃક્ષારોપણના કાર્યક્રમને એક ઉત્સવ તરીકે ઉજવવો એ આપણી સૌની ફરજ છે . જે અંતર્ગત આજે આપણે સૌ તે કાર્ય સાર્થક કરી રહયા છીએ . ૭૩ મા વન મહોત્સવ અંતર્ગત આડેંકતા કોલેજ મેત્રાલમાં ભ્રમવન તરીકે ૨૧૦૦ વૃક્ષોનું વાવેતર કરી રહયાં છીએ . કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ આજુબાજુ ગામડાઓમાંથી ખેડૂત ભાઈઓ તથા પ્રજાજનોની નમ્ર વિનંતી કે દરેક મનુષ્ય પોતાના ઘર આંગણે અને ખેતરના શેઢાપાર વૃક્ષોનું વાવેતર કરવા વિનંતી છે . સદર કાર્યક્રમના અનુસંધાને આજરોજ ૨૫૦૦ રોપાનું વિતરણ કરવામાં આવેલ છે . વધુમાં સાબરકાંઠા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ ઘ્વારા ચાલુ વર્ષના ચોમાસામાં કુલ ૪૫,૮૫,૦૦૦ રોપા ઉછેરવામાં આવેલ છે . જે આ વર્ષે સારો વરસાદ થયેથી વિતરણની કામગીરી કાર્યરત છે . તેમજ આજુબાજુના ગામડાઓમાં જે ખેડૂત ભાઈઓને રોપા કયાંથી મેળવશું તે બાબતનો પણ ખ્યાલ ન હોય તેવી જગ્યાએ તેવા અંતર્યાળ વિસ્તારમાં વૃક્ષ ૨ થ ફેરવીને પણ લોકોના ઘર આંગણા સુધી પહોંચાડવાની કામગીરી કરેલ છે . તે ખૂબજ આનંદની વાત છે . તેમજ લોકોમાં જાગૃતિ લાવવાના આશયથી સામાજીક વનીકરણ વિભાગ ઘ્વારા જીલ્લા કક્ષાનો , તાલુકા કક્ષાનો તેમજ ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવાનું કાર્ય હાથ ધરેલ છે . આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા,સાંસદ સભ્ય શ્રીમતી રમીલાબેન બારા,આદિજાતિ મોરચાના પ્રમુખશ્રી લુકેશભાઈ ગમાર,તેમજ સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી આ પ્રસંગે હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM