ઉના શહેરમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

હર ઘર તિરંગા અંતર્ગત 1 કિલોમીટર લાંબી તિરંગા ઝંડા સાથે રેલી નીકળી.

સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાઓના આયોજન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ઉના શહેરમાં પણ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની પૂર્વે ઉના શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ ની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યા હતું.

ઉના શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉના શહેરમાં સ્વતંત્ર પર્વ પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નગરપાલિકા ભવન ખાતે થીં ત્રિકોણ બાગ, ટાવર ચોક, મુખ્ય બજાર, વડલા ચોક, બસ સ્ટેશન મુખ્ય માર્ગ પર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્રિકોણ બાગ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ એ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાનાર લોકો ભાગ્યશાળી છે. જે શહીદોએ આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપીને મહામુલી આઝાદી અપાવીને તેઓને યાદ કરવાનો સમય છે. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના આનંદને સૌ કોઈ એક પર્વ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આ અભિયાનથી લોકોમાં તિરંગા પ્રત્યે આદરભાવ સાથે રાષ્ટ્રભક્તિની એક નવી મિશાલ ઉભી થશે તેમ તેમણે કહ્યું હતું.

ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનાં અધ્યક્ષતામાં યોજાયેલ આ તિરંગા યાત્રામાં ઉના શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *