

રિપોર્ટ : બીના પટેલ
સારસા સ્થિત સારસા કેળવળી મંડળ તેમજ સારસા ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા નુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતું. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ ના વરદ હસ્તે રેલીને પ્રસ્થાન કરાવવામા આવેલ આ સાથે ગામના સરપંચ શ્રી કિરીટભાઇ પટેલ, કેળવણી મંડળના ચેરેમેન શ્રી શશીકાંતભાઇ પટેલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, સારસા કેળવણી મંડળના સભ્ય શ્રી હેમંતભાઇ, શ્રી નિલેશભાઇ પટેલ, તથા એમ વી એસ હાઇસ્કુલના આચાર્ય શ્રી સંદિપભાઇ પટેલ, ઝેડ.એસ.જી હાઇકુલ ના આચાર્ય શ્રીમતી ગીતાબેન પટેલ તથા સારસા ગામના આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામા જોડાયા હતા