સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ની બી.સી.એ. કોલેજમાં  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ  સંલગ્ન શ્રી સી. જે. પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીઝ બી.સી.એ. કોલેજમાં  તા.૧૨-૮-૨૦૨૨ ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી  કરવામાં આવી. જેમાં જુદી જુદી પ્રવુતિઓ જેવીકે વકૃત્વ, ડ્રૉઇંગ, નિંબધ લેખન અને રીલ/વિડીયો મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૦૦ કરતાં વધારે વિધાર્થીઓએ દેશભક્તિના ભાગ રૂપે ઉત્સાહ  પૂર્વક ભાગ લઈ દેશપ્રેમ પ્રદશિત કર્યો હતો. આ સ્પર્ધામાં ધર્મની નિરપેક્ષતા પણ જોવા મળી હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ભારત દેશ માટે પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ દેશવ્યાપી અભિયાનને સફળ બનાવવા ઇવેન્ટ કો-ઓર્ડીનેટર યોગેશ પટેલ તથા કોલેજના તમામ ફેકલ્ટિએ વિધ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. સાથે સાથે યુનિવર્સિટિના પ્રેસિડેંટ શ્રી. પ્રકાશ પટેલ સાહેબ, ફૅકલ્ટી ઓફ કમ્પ્યુટર સાઇન્સના ડિન ડો. કિરીટ મોદી અને કોલેજના પ્રિન્સિપાલ ડો. અભિજીતસિંહ જાડેજા દ્વારા  દરેક વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *