સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ રિસર્ચ દિવસની ઉજવણી કરવામાં આવી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૧૨ ઓગસ્ટના રોજ સમગ્ર દેશ તથા અને ગુજરાતના ગૌરવ સમા ભૌતિકશાસ્ત્રી, ઉદ્યોગપતિ અને સંશોધક પદ્રમ વિભુષણ ડૉ. વિક્રમ સારાભાઈ કે જેઓના ભાગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ  ઓર્ગનાઇઝેશન (ISRO)ની સ્થાપના કરવાનો શ્રેય પણ આપવામાં આવે છે, તેમની જન્મ તિથીના દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી.રિસર્ચ ડેની ઉજવણીના ભાગ રૂપે આયોજિત લેકચર સીરીઝના મુખ્ય મહેમાન તરીકે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓરગેનાઈઝેશન (ISRO)ના ડિરેક્ટર ડૉ. નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર યુનિવર્સિટી પરિવારને ISRO દ્વારા કાર્યરત વિવિધ પ્રોજેક્ટસ એન્ડ ઇનોવેશન્સથી અવગત કરાવ્યા હતા તેઓ એ પોતાના ઉદબોધનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને ISRO રિસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નવા પ્રોજેક્ટસ શરુ કરવા માર્ગદર્શન પણ આપ્યું હતું. તથા અધ્યાપકોને ભવિષ્ય માટે જરૂરી સંશોધન પ્રત્યે રુચિ કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

રિસર્ચ ડેની ઉજવણીના ભાગ રૂપે આયોજિત લેકચર સીરીઝ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ડી.જે.શાહ સાહેબે પોતાના રિસર્ચ ફિલ્ડ, એરો સ્પેસ એન્ડ રડાર ટેકનોલોજી વિશેનો અનુભવ વ્યક્ત કરી ફેકલ્ટીસને રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી સમાજ ઉપયોગી અનુસંધાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.ઉજવણીના ભાગ રૂપે યુનિવર્સિટીમાં કાર્યરત સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશન (CRI)ના એસોસિએટ ડાયરેકટરડો.થંગાદુરાઈ એન., ડિન ડો. ઉજાશ શાહ, એસોસિએટ ડિન ડો. હિરલ પરીખ અને એસોસિએટ ડીન ડો. સંતોષ શાહ સાહેબે રિસર્ચ,ઇનોવેશન,ઈથીકસ, એકેડેમિક ઇન્ટીગ્રીટી, સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનેરશિપ વિષય પર વ્યાખ્યાન આપી ફેકલ્ટી મેમ્બર્સ અને વિધાર્થી મિત્રોને પોતાના કાર્યક્ષેત્રમાં નવા રિસર્ચ પ્રોજેકટસ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યકમમાં નિરંતર એક વર્ષથી સંશોધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપતા રિસર્ચ  કો.ઓરડીનેટર,SSIP કો.ઓરડીનેટર,અને ISO ઓડીટરના સભ્યોને ઉત્કૃષ્ટ પ્રોત્સાહનનું પ્રમાણપત્ર આપી સભ્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી ખાતે પ્રથમ રિસર્ચ ડેની ઉજવણી બદલ પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ.ડી.જે.શાહ, રજીસ્ટ્રાર ડૉ.પી.કે.પાન્ડે તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM