સરકારી વિનયન-વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે ૭૬ મા સ્વાતંત્ર્યદિનની શાનદાર ઉજવણી

સરકારી વિનયન-વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે ૭૬ મા સ્વાતંત્ર્યદિનની શાનદાર ઉજવણી

થરાદ પંથકની સરકારી વિજ્ઞાન તેમજ વિનયન વાણિજ્ય કૉલેજ દ્વારા 76મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રો મુકેશ રબારીએ પરેડ કરાવી હતી. ધ્વજવંદનના કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. એમ.જે. મનસુરી દ્વારા ધ્વજ ફહેરાવી સલામી આપવામાં આવી હતી, તેઓએ મનનીય વક્તવ્ય આપી યુવાનોને દેશના નિર્માણમાં લાગી જવા હાકલ કરી આત્મનિર્ભર ભારત માટે તૈયાર થવા આહવાન કર્યુ હતું. સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદના પ્રિન્સિપાલ ડૉ.જગદીશ એચ પ્રજાપતિએ આઝાદીના વીર સપૂતોને અને તેમના બલિદાનને યાદ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આઝાદી પહેલાં દેશ માટે બલિદાન આપવાની જરૂર હતી અને હવે દેશ માટે જીવવાની જરૂર છે. રાસ્ટ્રાય સ્વાહા ઈદમ ન મમ.. મારી પાસે જે કંઈ છે તે આ રાષ્ટ્રને અર્પણ કરું એવો ભાવ પ્રગટાવવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિધ્યાર્થી ભાઈ બહેનોએ જય હો, દેશ રંગીલા, સંદેશે આતે હૈ, સબસે આગે હોંગે હિન્દુસ્તાની, એ વતન તેરે લિયે વગેરે દેશભક્તિ ગીતો પર ડાન્સ અને ગીતો રજૂ થયા હતા, ઉપરાંત દેશભક્તિનો ઉત્સાહ વધારવા પ્રિ. ડો. જગદીશ પ્રજાપતિ, ડૉ. એ.બી.વાઘેલા, ડૉ. હર્ષદ લકુમે પણ સુંદર દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ડૉ. એ.બી. વાઘેલા, ચિરાગ શર્મા અને એનએસએસ વિભાગે કર્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ પ્રા. મુકેશ રબારીએ કરી હતી. દ્રશ્ય શ્રાવ્ય વિભાગના કે.કે. કટારિયા, સહિત સૌ બિન શૈક્ષણિક સ્ટાફે તથા સરકારી વિનયન અને વાણિજ્ય અને સરકારી વિજ્ઞાન કોલેજના તમામ અધ્યાપકો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM