શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી

શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી ……..શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર ખાતે આજરોજ 76 માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્યશ્રી એસ. એસ.પટેલે મહેમાનોનું સ્વાગત અને પરિચય તથા પ્રસંગિક પ્રવચન કર્યું હતું. આજરોજ ધ્વજ વંદન હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખશ્રી નાથાભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તથા પ્રસંગિક પ્રવચન મંડળના ઉપપ્રમુખ શ્રી ડો.કે. કે.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી શ્રી પ્રહલાદભાઈ સોમાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હિંમત હાઇસ્કુલ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તથા હિંમત ઇંગ્લીશ મીડીયમના તમામ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી કે.સી.વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની તક આપવામાં આવી હતી.જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાની દેશભક્તિને વકૃત્વ ,દેશ ભક્તિ ગીત દ્વારા વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમના અંતે નિવૃત્ત થતા શિક્ષિકા અમિતાબેન પટેલ દ્વારા તમામને બિસ્કીટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM