




રીપોર્ટ : મયુર પટેલ
મહુવા તાલુકામાં અંબિકા નદી કિનારે આવેલું અને પ્રકૃતિ ની ગોદ માં વસેલું એવું ઉમરા ગામ જે ગામ ના લોકો ગૌરવ ભેર કહે છે કે ,” અમે ઉમરા ગામના છીએ,” એવા ઉમરા ગામમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, ખેતી, પશુપાલન, અને ગામના યુવાનો માટે સૂરત શહેરમાં મળતી રોજગારી, લગભગ પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતા ઉમરા ગામ ૧૬૧૫ હેકટર જમીન વિસ્તાર ધરાવે છે જે પૈકી ૬૦૩ હેકટર વન વિસ્તાર છે. ૯૮ ટકા આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ એક બીજી રીતે પણ ફિલ્મી ઇતિહાસ માં યાદગાર છે ૧૯૫૭ માં બનેલી લોકપ્રિય ફિલ્મ “મધર ઇન્ડિયા” નું કેટલુંક મહત્વ નું ફિલ્માંકન ઉમરા ગામે થયું હતું અને આજે પણ એની યાદો તાજી છે. અહીં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયાના પ્રયાસોથી અંબિકા નદી ઉપર રાજ્ય સરકારે લગભગ રૂ. ૨૦ કરોડના ખર્ચે એક પુલનું નિર્માણ થયું છે ગામ લોકો એ ફિલ્મ મધર ઇન્ડિયાની યાદમાં આ પુલ નું નામકરણ “ભારત માતા” સેતુ (પુલ) રાખ્યું છે.
ગ્રામજનો કહે છે કે, અમારા ધારાસભ્ય શ્રી એ મહુવા વાલોડ વિસ્તાર માં ૪૬ જેટલા નાના મોટા પુલો ના નિર્માણ અને રસ્તા જેવી માળખા ગત સુવિધા ઉભી કરાવવા માં મહત્વ નું યોગદાન રહ્યું છે તેના કારણે આ વિસ્તાર ના ગામડાઓ માં ખેતી પશુપાલન અને વિવિધ આર્થિક પ્રવૃત્તિ ને વેગ મળ્યો છે. ઉમરા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને તિરંગા યાત્રા સહીત અનેક કાર્યક્રમો ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વ દીનની રાત્રી એ મહુવા તાલુકાના તમામ ગામોની શાળાઓ અને યુવક યુવતીઓ અને નાના બાળકોએ ભેગા મળીને આઝાદીના જંગમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર વીર રસથી ભરપુર લડવૈયાને યાદ કરતી વીર ગાથાઓ નૃત્ય સંગીત, નાટીકાઓ થી ભરપુર કાર્યક્રમોનું આયોજન કર્યું અને ઉમરવા અને આજુબાજુના ગામોના લોકો જોવા ઉમટ્યા હતા.
આઝાદી ઉજવણી કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકો ની હાજરી માં ઉમરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી અજયભાઈ પટેલ ઉપ સરપંચ શ્રી કલ્પેશ ભાઈ પટેલ હળદવા સરપંચ શ્રી મતિ અરુણા બહેન પટેલ ડે.સરપંચ મયુર કુમાર પટેલ, ઉમરા તરકાણી તાલુકા પંચાયત સભ્ય શ્રી ચંદ્રેશ ભાઈ પટેલ અને અનાવલ જીલ્લા પંચાયત સભ્યશ્રી શ્રી મતિ સંગીતા બહેન આહીર અને આગેવાનો એ ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોંડીયા (પટેલ) અને પરિવાર જનો જાહેર નું સન્માન કર્યું ત્યારે ઉપસ્થિત ગ્રામજનો એ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધું હતું. ધારાસભ્ય મોહનભાઈ કહે છે કે, આ વિસ્તારમાં ઉદવહન સિંચાઇ વ્યવસ્થા સફળ રહી છે. નવ નદી અને નાળાનો આ વિસ્તારના ગામડાઓના લોકોની અવર જવર વાળા મહત્વ ના પુલોને સોલાર લાઈટોથી સજજ કરવાનું આયોજન કર્યું છે, અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના કંજોરવડીયા ગામે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે એક પુલના નિરમાનું ખાત મુહૂર્ત થયું ત્યારથી આ વિસ્તારમાં વિકાસ નો પાયો નંખાયો જે અવિરત છે. આ વિસ્તારમાં જનસમૂહના સુવિધા અને વિકાસના કામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, કાછલ ગામે સાયન્સ કોલેજ, બુહારી ખાતે તળાવનું બ્યુટીફીકેશન, પિકનિક સ્થાન, પ્રોટેક્શન વોલ અને આ વિસ્તાર તેમજ અન્ય જીલ્લાના વિસ્તારોના આદિવાસી સમાજ માટે મરણોત્તર વિધિ અને અગિયારમું ની વિધિ માટે સુંદર સુચારુ અને સુવિધા યુક્ત માળખાગત સુવિધા ઓ ના નિર્માણ માટે રૂ.૧૦ કરોડની મંજૂરી અને ફંડની પ્રાપ્તિ માટે પણ ધારા સભ્ય મોહનભાઈ ઢોંળીયા સફળ રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબસેન્ટર જરુરીયાત મુજબ ૧૦૦ટકા મંજુર કરાવી મકાન લોકપઁણ કરી દેવામા આવ્યા. સાયન્સ કોલેજ કાછલ ખાતે મંજુર “ભારત માતા સેતુ” (પુલ) ના નિર્માણ કાર્યમાં ઇજનેરો સર્વ શ્રી પી. એલ.પટેલ, શ્રી એમ.વી. અટોદરિયા, શ્રી જીજ્ઞેશ ભાઈ પટેલ, ની ટીમ કામે લાગી હતી.
