આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિના ગીતો થકી સંગીત સંધ્યાનું કરાયું આયોજન

કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની

ઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ગોધરા, નગરપાલિકા ગોધરા અને ભાજપ પરિવાર ગોધરા દ્વારા શહીદો કો સલામ એ અંતર્ગત દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યાનું આયોજન મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. તરાના ગ્રુપ હાલોલના ડોક્ટર પ્રારંભમાં શરૂઆતમાં શરૂઆતમાં નિરાલી સોની તથા તેમની ટીમ દ્વારા દેશભક્તિના ગીતો સુમધુર સંગીતના સથવારે રજૂ કરવામાં આવ્યા. શહીદોના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવના લાયન્સ ક્લબના ચેરમેન કેતકી સોનીએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની માહિતી આપી હતી. ગોધરાના શહીદ યુવાન શ્યામ રાજકુમાર યાદવ તથા આર્મીમાં ફરજ બજાવતા સોએબ શેખના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે અદભુત કામગીરી કરનાર ડોક્ટર શ્યામ સુંદર શર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રા, નગરપાલિકા ગોધરાના પ્રમુખ સંજયભાઈ સોની, કોઠી સ્ટીલ વાળા ફિરદોસભાઈ કોઠી, શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ દસાડીયા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ નગરપાલિકાના મનોરંજન સમિતિના ચેરમેન ઉષ્માબેન પટેલ નગરપાલિકાના સભ્યશ્રીઓ લાયન્સ ક્લબના સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના હેમંત વર્મા, મહેબૂબ બક્કર, તાહિર ભટુક દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM