લાયન ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્રારા પછાત વિસ્તારના બાળકોને ફળફળાદી, ચોકલેટ, બુંદી તથા પેકેટ નું વિતરણ

ઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે મોરબી નઝરબાગ પ્લસ દ્રારા હંગર પ્રોજેકટ નુ આયોજન કરવામાં આવ્યું. આપણાં ડાયનેમિક ડીસ્ટ્રીકટ ગવર્નરે MJF લાયન એસ. કે. ગર્ગ સાહેબ ની સેવાની જ્યોત ને પ્રજ્વલિત રાખતા લાયન ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્રારા તારીખ 15/08/2022 સોમવાર ના રોજ સવારે 11 કલાકે પછાત વિસ્તારમાં હંગર પ્રોજેકટ નુ આયોજન કરવામાં આવ્યું. સમાજના દરેક વર્ગના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ એવા ભાવનાબેન કૈલા દ્વારા પછાત વિસ્તારના બાળકોને ફળફળાદી, ચોકલેટ, બુંદી તથા પેકેટ નું વિતરણ કરવામાં આવેલ. સમાજના દરેક વર્ગના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ એવા ભાવનાબેન કૈલા દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા જનજાગૃતિ લાવવા તેમના દ્વારા જાણકારી આપવામાં આવી જેમાં તેમને કહ્યું કે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન કાર્યક્ર્મ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં જ મેલેરિયા મુક્ત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા વિશેષ આયોજન હાથ ધરાયેલ છે. વરસાદની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી તેવી જાણકારી ભાવનાબેન કૈલા દ્વારા આપવામાં આવેલ. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે. મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓ, પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ છત ઉપર ચોમાસા બાદ બિન ઉપયોગી કાટમાળ નિકાલ અને નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે એવી જાણકારી આપવામાં આવી હતી. સમાજના દરેક વર્ગના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ એવા ભાવનાબેન કૈલા દ્વારા દરેક લાયન મિત્રો ને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો. આ સામાજિક કાર્યમાં પ્રેસિડેંટ લાયન રાકેશભાઈ કિષનાની, સેક્રેટરી લાયન જનકભાઈ હિરાની, પ્રોજેકટ ચેરમેન લાયન નિલેષભાઈ વ્યાસ તથા તથા મણીભાઈ સરડવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *