નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાની  નિષ્ઠાપૂર્વકની  ફરજોને બિરદાવતા કલેકટર શ્રી અતુલ ગોર

નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાની બદલી થતા અપાઈ ભાવસભર વિદાય: નવ નિયુક્ત નિવાસી અધિક કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિને આવકાર

વડોદરા કલેકટર કચેરીમાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી કુલદીપસિંહ ઝાલાની આર.સી.એમ કચેરી,અમદાવાદ ખાતે બદલી થતા તેમણે ભાવસભર વિદાય આપવામાં આવી હતી.જ્યારે નવનિયુક્ત નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિનો આવકાર કરવામાં આવ્યો હતો.

કલેક્ટર શ્રી અતુલ ગોરે નિવાસી અધિક કલેકટર શ્રી ઝાલાની તેમના કાર્યકાળ દરમ્યાનની  નિષ્ઠાપૂર્વક ફરજોને બિરદાવતા જણાવ્યું કે શ્રી ઝાલાએ સંઘ ભાવનાથી સૌને સાથે લઈને કામગીરી બજાવી હતી જેને પરિણામે જિલ્લાની કામગીરી દીપી ઉઠી હતી.સાથે સાથે નવનિયુક્ત નિવાસી અધિક કલેકટર શ્રી પ્રજાપતિ પણ તેમની જ પરિપાટી ઉપર પોતાની ફરજો બજાવી વડોદરા જિલ્લો રાજ્ય સરકારની તમામ યોજનાઓના અસરકારક અમલીકરણ સહિત વિવિધ ક્ષેત્રે અગ્રેસર બની રહેશે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી ટીમ વડોદરામાં તેમને આવકાર આપ્યો હતો.

શ્રી ઝાલાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે મારા કાર્યકાળ દરમ્યાન જિલ્લાના તમામ મહેસૂલી અધિકારીઓ સહિત જિલ્લાના અન્ય વિભાગોના અધિકારીઓનો પણ પ્રશસ્ય સહયોગ સાંપડ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ, પ્રાંત અધિકારીઓ,મામલતદારો સહિત મહેસૂલી કર્મીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *