










રીપોર્ટ : ચિરાગ પાંડેય
વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મનોરથ સ્વરૂપે ,પુષ્ટિમાર્ગીય હવેલી પરંપરા અનુસાર ખુબ સુંદર મનોરથો થાય છે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ,પૂજ્ય શ્રીની મંગલ ઉપસ્થિતિમાં જન્માષ્ટમીના મંગલ ઉત્સવ પ્રસંગે, તા.૧૯/૦૮/૨૦૨૨, શુક્રવારના રોજ સાંજે ૮.૦૦ કલાકથી “શ્રીકૃષ્ણ રસધારા” સુપ્રસિદ્ધ કલાકારો જીગર જોષી, મોનાલી જોષી-દળવી, સોનાલી શીંદે તથા તૃપ્તિ શાહ દ્વારા ભક્તિ સંગીત સંધ્યાની રમઝટ જામી હતી. સાથે સાથે પૂજ્યશ્રીના મંગલ વચનામૃત નો સુંદર લાભ પ્રાપ્ત અસંખ્ય ભાવિક જનોને થયો હતો. જેમાં વડોદરા શહેર કલેકટર શ્રી એ બી ગોર અને વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂ શ્રી દ્વારા તેમને સોલ્ મોમેન્ટોથી તેમનું સન્માન સાથે પૂજ્ય શ્રી ના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા અને તેમને આ સુંદર શ્રીકૃષ્ણ રસધારા ભક્તિ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. સાંજે સર્વે વૈષ્ણવો અર્થે ફરારી ભોજન પ્રસાદી ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. બધા જ ભાવિકજનો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા અને જાગરણના પણ દર્શન કરી પછી રાત્રે 12:00 કલાકે જન્મ ની ઝાંખી (શ્રીકૃષ્ણ જન્મ પંચામૃત સ્નાન) ના દર્શન કરી ધન્યતાનો અનુભવ અને જાણે ભાવિકજનો વ્રજમાં હોય તેઓ આનંદ તેમને પ્રાપ્ત થયો. તારીખ ૨૦/૦૮/૨૦૨૨ ને શનિવાર ના રોજ ,સવારે ૮ કલાકે શ્રી ઠાકોરજી સુખાર્થે ભવ્ય નંદ મહોત્સવ થયો. હવેલી પ્રણાલિકા અનુસાર નંદરાયજી, યશોદાજી, ગોપી અને ગ્વાલ બનાવવામાં આવ્યા અને પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા શ્રી ઠાકોરજીને સુંદર અલંકારીત કેવડા ના પલના માં ઝુલાવાયા સાથે સાથે નંદ મહોત્સવમાં ‘નંદ ઘેર આનંદ ભયો…’ ના નાદ થી તેમજ બધા ભેગા થઈને ‘હેરી….’ કરીને સાથે પારંપરિક પરિવેશ ધારણ કરીને વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા , શહેરના અગ્રણીઓ, બિલ્ડરો, સામાજિક મહાનુભાવો, બાળકો, યુવાનો , મહિલાઓ, પુરુષોએ , તેમજ હજારોની સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા .આ સમગ્ર આયોજન વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે યોજાયું હતું.

