ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા જન્માષ્ટમીની ઉજવણી સેક્ટર-૩ ખાતે સાદગીપૂર્ણ માહોલમાં કરવામાં આવી

ર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવાતો જન્માષ્ટમીનો પર્વ આ વર્ષે પણ ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા જન્માષ્ટમીની ઉજવણી સેક્ટર-૩ ખાતે સાદગીપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર ટેકવોન્ડો એસો. સંસ્થાના વિદ્યાર્થીઓએ રાધા-કૃષ્ણ તથા ગોપીઓની વેશભૂષા ધારણ કરીને મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભાઇઓ-બહેનો અને દિકરીઓએ ભગવાન કૃષ્ણના ગીતો પર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં હર્ષોલ્લાસ સાથે ભક્તો જોડાયા હતા સાથે બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસને ઇનામ તથા સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા વિકાસ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના લક્ષ્મી જોશી, ગાંધીનગર મહાનગરપાલિકાનાં સંયોજક અને યોગ કોચ ભાવના જોશી, ફિલ્મ ડિરેક્ટર જગદીશ સોની, કોચ રોનક કંસારા, દિવ્યાંગ શ્રીમાળી, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટનાં નિષ્ણાંત ડૉક્ટર નિધિ લેકિનવાલા, આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનર શચી લેકિનવાલા, વીંન્ટેજ બ્યુટી પાર્લર અને ટેટૂ સ્ટુડિયોના અદિતિ ત્રિવેદી, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ટીમ લીડર સ્નેહા પટેલ અને શાળાના પ્રિન્સિપાલ ભારતીબેન મેવાડા વિશેષ ઉપસ્થિત રહી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સંસ્થાના ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *