




ગાંધીનગર મધ્યે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે કચ્છની પાંજરાપોળ તથા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને રૂપિયા ૫૫ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા કચ્છ ભુજ મધ્યે તારીખ 14-5-2022 ના રોજ કચ્છ યુનિવર્સિટી મધ્યે તપાગચ્છા ધિપત્તિ આચાર્ય ભગવંત શ્રી મનોહર કીર્તિ સાગર મહારાજા જૈન સ્ટડી સેન્ટર તથા શ્રી જશવંતભાઈ કલ્યાણજી ગાંધી આઈ.એ.એસ સ્ટડી સેન્ટરના લોકાર્પણ પ્રસંગે માનનીય ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબની રજત તુલા શ્રી જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી. જે રજતની રકમ 55 લાખના ચેક વિવિધ પાંજરાપોળ તથા કચ્છ યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવ્યા હતા.. જૈન સમાજના શ્રી હિતેશભાઈ ખંડોરની આગેવાની હેઠળ પાંજરાપોળના હોદ્દેદારો તથા જૈન સમાજના આગેવાનો ગાંધીનગર મધ્યે ગયેલ હતા. આ પ્રસંગે શ્રી બુદ્ધિસાગર સમાધી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ ગાંધી એ માન શ્રી સી.આર પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ કાર્યક્રમનો સંચાલન કર્યું હતું.. શ્રી હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે કચ્છની ૬ પાંજરાપોળને પાંચ પાંચ લાખ રૂપિયા કુલ ૩૦ લાખ તથા કચ્છ યુનિવર્સિટીને રૂપિયા 25 લાખ જૈન સ્ટડી સેન્ટર તથા આઈ.એ.એસ સ્ટડી સેન્ટર માટે અર્પણ કરવામાં આવ્યા હતા અને માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબે આ રકમ જીવદયા તથા જૈનીઝમ સ્ટડી સેન્ટર અને આઈ.એ.એસ સેન્ટર માટે ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમસ્ત જૈન સમાજ માનન શ્રી સી.આર.પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર જૈન અગ્રણી શ્રી હિતેશભાઈ ખંડોર ની ખૂબ અનુમોદના ના કરેલ છે.
1. રજીસ્ટર કચ્છ યુનિવર્સિટી 25 લાખ. ૨.સુપાસ્વ જૈન સેવા મંડળ ભુજ પાંચ લાખ (શ્રી કૌશલભાઈ મહેતા- અધ્યક્ષ, શ્રી ભવ્ય ભાઈ મહેતા). ૩. શ્રી જીવદયા મંડળ રાપર પાંચ લાખ.( શ્રી નવીનભાઈ મોરબીયા – પૂર્વ પ્રમુખ. ,શ્રી રસિકભાઈ વોરા.) ૪.શ્રી ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગપર પાંચ લાખ. (શ્રી ધવલભાઈ ગંગર ટ્રસ્ટી શ્રી.,. ડો. હર્ષલ સોલંકી) ૫.શ્રી જીવદયા મંડળ ભચાઉ પાંચ લાખ (.જયેશભાઈ કોરડીયા – ટ્રસ્ટી શ્રી) ૬.શ્રી કચ્છ મુન્દ્રા પાંજરાપોળ એન્ડ ગૌશાળા પાંચ લાખ (.શ્રી નવીનભાઈ મહેતા – અધ્યક્ષ) ૭ શ્રી વર્ધમાન પરિવાર ચિયાસર પાંચ લાખ.( વીરેનભાઈ શાહ – ટ્રસ્ટીશ્રી.)
રજીસ્ટારશ્રી એમ.બુટાણી તથા જૈનીઝમ સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર શ્રી પંકજ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમમા જૈન સમાજના આગેવાનો શ્રી સેવંતી ભાઈ દોશી અગ્રણી શ્રી જૈન સમાજ ગાંધીધામ, નીતિનભાઈ મહેતા મંત્રી શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી સંજયભાઈ રમણીક લાલ મહેતા ટ્રસ્ટી શ્રી માકપટ સમાજ કચ્છ, નવીનભાઈ કેશવલાલ મહેતા અગ્રણીશ્રી જૈન સમાજ, હાર્દિકભાઈ મહેતા અધ્યક્ષશ્રી કચ્છી દશા ઓસવાડ યુવક મંડળ ભુજ, શ્રી લક્ષ્મીકાંત ભાઈ ચરલા પૂર્વ અધ્યક્ષશ્રી વાગડ વિશા ઓસવાડ જૈન સમાજ (કન્વીનર શ્રી નરેન્દ્ર મોદી ફેન્સ ક્લબ મુંબઈ), શ્રી કિર્તીભાઈ કેશવાલ સંઘવી ઉપપ્રમુખ શ્રી બીબીસી સમાજ, શ્રી જયેશભાઈ મહાદેવ મહેતા અધ્યક્ષ વી.બી.સી સમાજ અમદાવાદ, શ્રી દિનેશભાઈ વોર, શ્રી આશિષભાઈ ધીરુભાઈ શાહ કાઉન્સિલરશ્રી, શ્રી દિપેશભાઈ બી મહેતા ટ્રસ્ટી શ્રી કચ્છી દશા ઓસવાલ સમાજ,શ્રી આનંદભાઈ મોરબીયા અધ્યક્ષશ્રી યુવક મંડળ ભુજ, શ્રી કમલેશભાઈ કોરડીયા ખજાનજી શ્રી વી.બી.સી સમાજ માધાપર.

