કચ્છને ખરા હ્રદયથી યાદ કરતાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છની ધરતી પર પધારી રહ્યા છે

કચ્છને ખરા હ્રદયથી યાદ કરતાં સવાયા કચ્છી એવા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છની ધરતી પર વિવિધ વિકાસ કમોનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્તનાં શુભપ્રસંગે આગામી ૨૮ ઓગસ્ટનાં રોજ ભુજ-કચ્છ પધારી રહ્યા છે એ પાવન પ્રસંગને અનુલક્ષીને કચ્છનાં ખૂણે ખૂણેથી જન સમુહ આ પ્રસંગે હાજર રહે એ હેતુનાં ભાગરૂપે ગાંધીધામ મતવિસ્તારનાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ તા.૨૧ અને ૨૨ ઓગષ્ટ બે દિવસો દરમ્યાન ભચાઉ તાલુકાનાં ગાંધીધામ મતવિસ્તારનાં ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ ખેડયો હતો.

                આ બે દિવસનાં પ્રવાસ દરમ્યાન ધારાસભ્યશ્રી માલતીબેનને ભચાઉ તાલુકાનાં નાની ચિરઈ, મોટી ચિરઈ, ચોપડવા, લૂણવા, સંગમનેર, મોરગર, બાનિઆરી, આમરડી, કબરાઉ, કુંભારડી, શિકરા, બંધણી, નેર, કડોલ, મનફરા, ખારોઈ, માય, માધાપર, લાખાવટ, મેઘપર, કુંજીસર, કરમરિયા, વોંધડા તથા વિજપાસર ગામોની મુલાકાત લીધી હતી. આ જનસંપર્ક પ્રવાસ દરમ્યાન દરેક ગામનાં સરપંચશ્રીઓ, પંચાયતનાં સભ્યશ્રીઓ, ગામડાનાં આગેવાનો સ્ત્રી, પુરુષ, આબાલ વૃધ્ધ વગેરે જોડાયા હતા. તેમનાં તરફથી ગામડાને લગતી કેટલીક સામાન્ય બાબતો વિષે રજૂઆતો કરવામાં આવી હતી જેમાંથી મોટા ભાગની રજૂઆતો વિષે સ્થાનિક સંતોષપ્રદ નિરાકરણ કરવામાં આવેલ અને બાકીની રજૂઆતો વિષે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમ ધારાસભ્યશ્રી તથા સાથે રહેલ પદાધિકારીઓએ ગ્રામજનોને જણાવ્યુ હતું.

                આ પ્રવાસ દરમ્યાન ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીતથા પ્રવાસમાં સાથે રહેલ પદાધિકારીઓઓએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ વિષે વિસ્તારથી છણાવટ કરી હતી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગામડાનાં છેવાડાવાળા વિસ્તારના સામન્ય માનવીને પણ આ યોજનાઓ લાભ કેવી રીતે મેળવી શકે એ યોજનાઓ વિષે પ્રકાશ પાડ્યો હતો. લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ લે અને ભુજ ખાતે લોકલાડીયા વડાપ્રધાનશ્રી ભુજ ખાતે આગામી ૨૮ મી તારીખે પધારવાના છે તે પ્રસંગે સર્વે ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભુજ ખાતે હાજરી આપે એ માટે ધારાસભ્યશ્રીએ પ્રત્યક્ષ રીતે આમંત્રણ પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા.

                આ સમગ્ર પ્રવાસ દરમ્યાન ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી સાથે ભાજપ તાલુકા પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષશ્રી જનકસિંહ જાડેજા, ભાજપ અગ્રણીશ્રી અરજણભાઇ રબારી, શ્રી ભગીરથસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયત ઉપ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM