આર સી મિશન શાળા વડતાલમાં શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી


તા. 5 સપ્ટેમ્બર 2022 વડતાલ તા. નડિયાદ જી. ખેડા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ જયંતીના પર્વ ટાણે શાળાની અંદર બાળમિત્રો દ્વારા શિક્ષક બનીને સફળ શાળાનું એક દિવસીય સફળ સંચાલન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં પ્રસંગોચિત ઉદબોધનશાળાના શિક્ષક મિત્ર શ્રી અતુલ સાહેબ દ્વારા શાળાના આચાર્યશ્રી મેનેજર શ્રી તથા સાથી શિક્ષક મિત્રો દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધા સ્વામી ના ફોટા ઉપર પુષ્પમાળા તથા સંતમધર ટેરેસા નો આજે મરણ તીથી હોવાથી ફોટા ઉપર પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.. ત્યારબાદ ક્રમશઃ સંચાલન બાળ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યની ભૂમિકા કુમારી સૃષ્ટિ વાણીયા દ્વારા ઉપાચાર્ય ની ભૂમિકા ધુવેન પરમાર દ્વારા પ્રાર્થના બાદ બાળમિત્રો વર્ગખંડો ની અંદર શિક્ષક બનેલા મિત્રોએ પોતાની ભૂમિકા ભજવી હતી. રિશેષ સમયે બાળ શિક્ષક મિત્રોને પફ તથા કોલ્ડ્રિંક્સ આપવામાં આવ્યું હતું કુલ 16 બાળ શિક્ષક મિત્રોએ લાભ લીધો હતો.

આજનો દિવસ ખૂબ જ યાદગાર દિવસ બની રહ્યો સંસ્થા મેનેજર ફાધર થોમસ આસિસ્ટન્ટ મેનેજરરેવ. ફાધર સેલવીન દ્વારા સુંદર ભેટ તથા સ્નેહભોજન શિક્ષક મિત્રો નેઆપવામાં આવ્યું હતું. અંતમાં શાળાના મેનેજરશ્રી નો આભાર આચાર્યશ્રી અનિકેતન ડાભી દ્વારા હૃદયપૂર્વક વ્યક્ત કર્યો હતો. સહયોગ શિક્ષિકા શીલાજી નિતાજી પ્રિયંકાજી જયશ્રી તથા વિકાસ જી રાજેશ જી નો સહયોગથી સુંદર કાર્યક્રમ સમગ્ર સંચાલન ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા કરવામાં આવ્યું. આજનો આ શિક્ષક દિન ખૂબ જ યાદગાર દિવસ બની રહ્યો. બધા જ શિક્ષક મિત્રોને આજના પર્વની હાર્દિક શુભેચ્છાઓ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM