સાબરમતી વિસ્તાર માં સ્થિત સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું.


શિક્ષક દિન નિમિત્તે બાળકો દ્વારા વિવિધ વિષયો શીખવવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં બાળકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને ખૂબ જ સારી રીતે શિક્ષક બનીને પોતાની ફરજ બજાવી હતી.

શ્રી હરિભાઈ ઐયર જી,ટ્રસ્ટીશ્રી દ્વારા શિક્ષક દિનમાં ભાગ લઈને શિક્ષકોને શિક્ષકોનું મહત્વ અને ફરજ સમજાવી.

આચાર્ય શ્રીમતી ઉર્મિજીએ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવતા તેમનો અનુભવ શેર કર્યો.

કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *