ભરૂચ જિલ્લાનું ગૌરવ : બેસ્ટ શિક્ષક એવોર્ડ રાજ્યપાલના હસ્તે ગુજરાત રાજય શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક એવોર્ડ ભરૂચના જિલ્લાના શ્રી ગૌરાંગકુમાર પટેલને એનાયત થયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વિજ્ઞાનનાં મોડેલ અને નાના પ્રાયોગિક સાઘનો જાતે બનાવી વિજ્ઞાનના અઘરા મુદ્દાઓ સારી રીતે સમજી શકાય છે એની સાબિતી તેમના શિક્ષણકાર્યથી મળી છે

યુગપ્રવર્તક શિક્ષક અને રાષ્ટ્રપતિ ડો.એસ.રાધાકૃષ્ણની જન્મ જયંતિ- ૫મી સપ્ટેમ્બરને અનુલક્ષીને ભરૂચ તાલુકાની ઝણોર ગામમાં આવેલી શ્રી મા અરવિંદ વિધામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ગૌરાંગકુમાર દિનેશ પટેલને ગુજરાત રાજય શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક એવોર્ડ – ૨૦૨૨ બેસ્ટ શિક્ષકનો એવોર્ડ રાજ્યપાલના હસ્તે એનાયત થયો હતો.
શિક્ષકનું યોગદાન સમાજમા ઘણું મહત્વનું છે. શિક્ષક ફક્ત ભણાવતા જ નથી વિદ્યાર્થીના જીવનમા સારા સંસ્કારોનું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થીની કાર્ય ક્ષમતાને ઓળખી, તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવનની દિશા નક્કી કરવામા મદદ કરે છે. ત્યારે, ભરૂચ તાલુકાના ઝણોર ગામમાં આવેલ શ્રી મા અરવિંદ વિધામંદિર, ૨૩-૦૨-૨૦૦૪ થી માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન અને ગણિત વિષયના મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ મહેનતુ, ખંતીલા, ઉત્સાહી, કાર્યનિષ્ઠ, બાળલક્ષી અભિગમ, શિસ્ત તેમજ નિયમિતતાના ગુણોના કારણે વિદ્યાર્થી તેમજ વાલી આલમ તેમજ ભરૂચના શૈક્ષણિક વર્તુળમાં ખુબ જાણીતા અને માનીતા છે. તેઓ વિષય શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક અને મિત્ર પણ છે. શ્રી ગૌરાંગકુમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સફળતાઓ મેળવી દેશ-વિદેશમાં જ્વલંત સફળતા મેળવ્યાના દાખલાઓ પણ છે.
શિક્ષણની વિવિધ પ્રવિધિઓ, ટેકનોલોજીનો ઉપયોગ તેમજ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અભિગમ ઘરાવતા હોવાના કારણે તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખૂબજ પ્રિય છે. વિજ્ઞાનનાં મોડેલ અને નાના પ્રાયોગિક સાઘનો જાતે બનાવી વિજ્ઞાનના અઘરા મુદ્દાઓ સારી રીતે સમજી શકાય છે એની સાબીતી એમના શિક્ષણ કાર્ય થકી મળે છે. શિક્ષકો તથા આચાર્ય સાથે ખભેખભા મિલાવી કાર્ય કરવાની આવડતના કારણે વિધાર્થીઓ, શિક્ષકો, આચાર્ય તથા મેનેજમેન્ટમાં પણ માનીતા થયા છે. જેઓના. જેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સફળતાઓ મેળવી દેશ-વિદેશમાં જ્વલંત સફળતા મેળવ્યાના દાખલાઓ પણ છે.એટલુ જ નહી ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણી પર વિશેષભાર મુકતા હોવાથી કન્યાઓ વિજ્ઞાનક્ષેત્રે, ડિપ્લોમા,ફાર્માસિસ્ટ, નર્સિંગ તથા ફેશન ડિઝાઇનર ક્ષેત્રે આગળ વધી છે. આમ રાજ્ય સરકારે તેમનું બહુમાન કરીને શિક્ષક દીનને ચરિતાર્થ કર્યો છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM