જિલ્લા સંકલનમાં રજૂ થયેલા વિવિધ વિકાસના કામો નિયત સમયમાં પૂર્ણ થાય તે જોવાની જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની તાકીદ

જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિવારણ અને ગત બેઠકના પ્રશ્નોના ઉકેલ સહિતની ચર્ચા કરવામાં આવી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભરૂચ જીલ્લા સંકલન સમિતિની આજે મળેલી બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી દ્વારા જાહેર જનતાના પ્રશ્નો સંદર્ભે અઘિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિવારણ અને ગત બેઠકના પ્રશ્નોના ઉકેલ સહિતની ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રાફિકની સમસ્યાઓ, ખેડૂતોની જમીન સંપાદનના વળતર, સ્વચ્છતા, ગટરલાઇનના પ્રશ્નો, ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાધાન્ય જેવા મુદ્દાઓ પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, આ પ્રશ્નોના ઝડપભેર અને સંતોષકારક નિવારણ માટે જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ વિવિધ વિભાગીય અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકનું આયોજન જીલ્લા આયોજન કચેરી સભાખંડ, ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા તથા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ લીના પાટીલ સહિત અન્ય અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *