આહવાની તાલુકા શાળામા બાળ મજુરી નાબુદી અંગે શિબિર યોજાઇ

તા.૫મી સપ્ટેમ્બર ને શિક્ષક દિન નિમિત્તે આહવા સ્થિત તાલુકા શાળા ખાતે બાળ મજુરી નાબુદી અંગે એક શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ શિબિરમા શાળાના બાળકોને કાયદાના નિષ્ણાંત ધારાશાસ્ત્રીઓ દ્વારાબાળ મજુરી નાબુદી અંગેની કાયદાકીય જાણકારી આપવામા આવી હતી.

દરમિયાન તાલુકા લીગલ સર્વિસ કમીટીના સભ્ય શ્રી અશ્વિન વેરીયા દ્વારા બાળ નાબુદી કાર્યક્રમ અંગેની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21 ની જોગવાઇઓ મુજબ, ભારતમા વસવાટ કરતા બાળકોને સમાન અધિકારો આપવામા આવ્યા છે. અનુચ્છેદ 15 મુજબ બાળકોના સંવર્ધન, ઉદ્ધાર, રક્ષણ, અને ભરણ પોષણ માટે અલગ કાયદાઓ ઘડતા રાજ્યોને રોકી શકાય નહી. સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકારો અંગેના સમજુતી પત્રમા માનસિક અપરિપક્વતા ધરાવનાર બાળકોને ધ્યાને લઇ, તેમના કાનુની રક્ષણ માટે ભારપુર્વક ઠરાવો કરવામા આવ્યા છે.

12મી જુનને વિશ્વ બાળ મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવામા આવે છે. અનુચ્છેદ 21 મુજબ બાળકોને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત પુરૂ પાડવાની જોગવાઈ કરવામા આવી છે. બાળકને કોઇ વ્યક્તી કામે રાખે તો તેને પ્રથમ ગુના માટે એક વર્ષ સુધીની કેદની સજા, અથવા વીસ હજાર રૂપિયાના દંડની જોગવાઇ છે. એમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

આહવા શાળામા યોજાયેલા બાળ મજુરી નાબુદી શિબિરમા વકીલો દ્વારા અલગ અલગ કાયદાઓ વિશે માહિતી આપવામા આવી હતી. આ શિબિરમા 100 થી વઘુ બાળકો તેમજ શિક્ષક ગણ, પ્રિન્સિપાલ તથા તાલુકા કાનુની સેવા સમિતીના સભ્યો, સરકારી વકિલ શ્રી.એસ.એચ.કોંકણી, પેનલ એડવોકેટ શ્રી.એસ.સી.બારે, સુપ્રિન્ટેન્ડ, તાલુકા કાનુની સેવા સમિતિના શ્રી.એ.જી.વરીયા, એડવોકેટ શ્રી.અશોક જગતાપ તથા શૈલેષ ગાવિતે બાળકોને લગતા કાયદાઓથી માહિતગાર કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *