સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી દ્વારા માઁ અંબે પગપાળા સંઘ માટે સેવા તેમજ મેડિકલ મેઘા કેમ્પ શરુ કરાયો

બે વર્ષથી કોરોનાને કારણે માં અંબાના સ્થાનકે ભાદરવી પૂનમનો મેળો બંધ રહેતા આ વર્ષે પગપાળા સંઘોનું અંબાજી જવા માટે ઘોડાપુર ઉમટી પડ્યું છે માઁ અંબાના ભક્તોનો રેલો ફરી અંબાજી માતાને પોત પોતાના વિસ્તારમાં ગરબા ગાવા માટે પધારવાનું આમંત્રણ આપવા ગુજરાતભરમાંથી ભક્તો જુદા જુદા પગપાળા સંઘો લઇ અંબાજી તરફ જઇ રહ્યા છે તે જ રીતે પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના કેમ્પોનું આયોજન કરાઇ રહ્યું છે તે જ રીતે સિદ્ધપુર ખાતે આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી દ્વારા પણ મેડિકલ સેવા કેમ્પ તેમજ ભક્તો માટે પ્રસાદી , ચા પાણીના મેઘાસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની જયેશભાઇ પંડ્યા ના વરદ હસ્તે રીબીન કાપી દીપ પ્રાગટ્ય કરી માં બહુચરની આરતી કરી શુભારંભ કરવામાં આવ્યું ગોકુલ ગ્રુપ ના ચેરમેન બલવંતસિંહ રાજપૂતના નિર્દેશથી પ્રતિવર્ષ સેવાકેમ્પ કરવામાં આવે છે આ શુભ પ્રસંગે જસુભાઈ પટેલ , પ્રહલાદભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, સવજીભાઈ ચૌધરી, અશોકભાઈ પટેલ , પિનાકીનભાઈ ચૌધરી, કમલેશભાઈ રાજપૂત , મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, જે ડી પટેલ , સુરપાલસિંહ, રાજેન્દ્ર સિંહ સોલંકી , હૃદયાનંદ કુમાર , નાગજીભાઈ ઠાકોર( દેથલી) સહીત મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉપસ્થિતિ રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *