
શહેરની સ્વચ્છતા માટે વિદ્યાર્થીઓને એક અપિલ : ઘરના ઘન તેમજ ભિના કચરાનો ઉપયોગથી ખાતર બનાવી ZERO વેસ્ટનું સાઈકલ ઉભુ કરી ગારબેજ ફ્રી ર્સિટીનું નિર્માણ કરી શકાય

ભીના કચરામાંથી ખાતર કઈ રીતે બનાવવું તેની કાર્યપધ્ધતીનું નિદર્શન કરાયું

સ્વપ્નનું ભરૂચ બનાવવા આપણા ઘરથી જ તેની શરૂઆત કરવાની અપિલ કરાઈ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
“My livable Bharuch” અંતર્ગત ઈનર વ્હીલ ક્લબ ભરૂચ અને વહીવટીતંત્રના સહયોગથી ભીના કચરામાંથી ખાતર કઈ રીતે બનાવવું તેની કાર્યપધ્ધતીનું નિદર્શન કરાયું હતું, અને સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવાં જાગૃતતા કાર્યક્રમ ઝાડેશ્વર સ્થિત KGM high school માં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં, ખાતર બનાવવાની કાર્યપધ્ધતી શાળાના વિદ્યાર્થીઓને શિખવી ઘરે જ આ પ્રકારનું ખાતર બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ જોડે ગારબેજ કલેક્શન, સ્વચ્છતતાની જાળવણી, પ્લાસ્ટિક મુકત ઘર વગેરે વિશે ચર્ચાઓ અને પ્રશ્રોત્તરી કરવામાં આવી હતી. સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવાં જાગૃતતા કાર્યક્રમ ઝાડેશ્વર સ્થિત KGM high school માં યોજાયો હતો

પ્રાસંગીક પ્રવચનમાં માય લિવેબલ ભરૂચના પ્રાજેક્ટ ઓફિસર નિશી ગોયેલ જણાવ્યું હતું કે, ઘરના ઘન કચરામાંથી ખાતર બનાવી, આજ ખાતરનો ઉપયોગ કીચનગાર્ડનમાં કરી કેમિકલ ફ્રી શાકભાજી ઉપયોગમાં લઈ શકાય છે. ઓર્ગેનિક શાકભાજી ખાવાથી રોગોથી છુટકારો મેળવી શકાય છે. આમ ઘરનો ઘન તેમજ ભિના કચરાનો ઉપયોગ કરી ZERO વેસ્ટનું એક સાઈકલ ઉભુ કરી શકાય છે. આમ, સ્વપ્નનું ભરૂચ બનાવવા આપણા ઘરથી જ તેની શરૂઆત કરવાની અપિલ કરાઈ હતી. આ ઉપરાંત શહેરીજનોમાં સ્વચ્છતા જાળવણી માટે ભરૂચ શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા તથા પ્લાસ્ટીકની થેલીઓનો વપરાશ બંધ કરવા જ્યુટ બેગનો ઉપયોગ કરવાની નેમ લેવાઈ હતી. અને શહેરની સ્વચ્છતતા માટે વિદ્યાર્થીઓને એક અપિલ કરવામાં આવી હતી કે, ઘરનો ભીનો કચરો, સુકો કચરો, સેનેટરી વેસ્ટ,તેમજ ઘરેલું હાનિકારક કચરોને ઘરમાં અલગ અલગ કરી ગારબેઝ કલેકશનમાં આપવું જોઈએ. અથવા ઘરે જ ખાતર બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે.
વિદ્યાર્થીઓ સૂકો-ભીનો-કાર્બનિક કચરાનું વિભાજન અને નિકાલ અલગ-અલગ કચરાપેટીમાં નિયમિત કરે, પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ સદંતર બંધ કરે અને બાળકોમાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેરની બહોળી જાગૃતતા ફેલાય એવા હેતુસર આજના આ કાર્યક્રમની આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કેજીએમ શાળાના 1300 બાળકો,શાળાનો સ્ટાફ અને વહીવટી સંકુલનો સ્ટાફ હાજર રહ્યો હતો. બાળકોએ જીજ્ઞાસા રાખી કાર્યક્ર્મ માણ્યો હતો.

