
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે કોલેજના આચાર્ય ડો. જગદીશ પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. એસ આર સી ના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ૨૧ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અધ્યાપકની ભૂમિકા નિભાવી શિક્ષણકાર્ય કરાવ્યું હતુ. કુ પિનલ સુથારે આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી હતી. વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિ (SRC)ના સંયોજક ડો. હર્ષદ લકુમ અને સહસંયોજક પ્રો. ચંદ્રેશ ખરાડીએ કર્યું હતું. આજના દિવસે શિક્ષક બનેલ સૌ વિધ્યાર્થીઓએ પોતાના શિક્ષક તરીકેના અનુભવ રજુ કર્યા હતા. જેમાં પ્રથમ સેમેસ્ટરમાં રસાયણશાસ્ત્ર માં કુ પાયલ જોશી, બોટનીમાં અરવિંદ ચિભડીયા, પ્રાણીશાસ્ત્રમાં કુ ધ્રુવી વરસાત અને અંગ્રેજીમાં કુ ખુશ્બુ મઢવી ઉત્તમ શિક્ષક જાહેર થયા હતા. તૃતીય સેમેસ્ટરમાં રસાયણશાસ્ત્રમાં શિવાભાઈ ચૌધરી, વનસ્પતિશાસ્ત્રમાં મહેન્દ્ર માળી, ભૌતિકશાસ્ત્રમાં કુ કાજલ દરજી, પ્રાણીશાસ્ત્રમાં પ્રિયંકાબેન પંડ્યા અને અંગ્રેજીમાં હરેશકુમાર રાજગુરુ ઉત્તમ શિક્ષક જાહેર થયા હતા. પાંચમાં સેમેસ્ટરમાં રસાયણશાસ્ત્રમાં કુ પૂનમ પ્રજાપતિ, ભૌતિકશાસ્ત્રમાં કુ પિનલ સુથાર અને અંગ્રેજીમાં હરેશકુમાર રાજગુરુ ઉત્તીર્ણ થયા હતા. સૌ અધ્યાપકોએ નિર્ણાયક તરીકે જવાબદારી નિભાવી આજના દિવસે શિક્ષક બનેલ વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

