

રિપોર્ટ : બીના પટેલ
તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ ઉમરેઠ ટાઉનહોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આણંદ પ્રાંત કક્ષાનો ઉમરેઠ /આણંદ તાલુકાના વિકાસ કાર્યો નો” ઇ -લોકાર્પણ , ખાતમુહુર્ત”કાર્યક્રમ ગુજરાત રાજ્યના વિધાનસભા ના ઉપદંડક શ્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજન બેન પરમાર, આણંદ તાલુકા પંચાયત પ્રમુખ અંજનાબેન પટેલ, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન પટેલ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન પિન્કીબેન ઠાકોર, કલેકટર શ્રી આણંદ, પ્રાંત ઓફિસર શ્રી આણંદ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરાવાળા, ઉમરેઠ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ ભોઈ, કારોબારી અધ્યક્ષ દીપિકાબેન પટેલ, ન્યાય સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ વસાવા, ઉમરેઠ ખરીદ વેચાણ સંઘના ચેરમેન અર્જુનસિંહ ગોહિલ, ઉમરેઠ નગરપાલિકા ઉપપ્રમુખ રમેશભાઈ તળપદા, ઉમરેઠ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ઇશ્વરભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય કિરણબેન વસાવા, નગરપાલિકા ,તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ઉમરેઠ વિસ્તારમાંથી પધારેલા સર્વે પ્રજાજનો, સર્વે અધિકારીગણ, પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.
