

રિપોર્ટ : બીના પટેલ
20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસના કાર્યોની ઉજવણી અન્વયે જન જન સુધી સરકારી સેવાઓ અને લાભો પહોંચાડવા “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત ખંભાત અને તારાપુર તાલુકાના ₹ 86 કરોડ ના કામોનું ઇ-લોકાર્પણ અને ₹ 77 કરોડના કામનોનું ઇ-ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ ભરવાડ, ઉપપ્રમુખ જયશ્રીબા રાહોલ, પ્રાંત અધિકારીશ્રી નિરૂપાબેન ગઢવી, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પીનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, ખ.વે સંઘ ડિરેક્ટર અશોકભાઈ વ્યાસ, બન્ને તાલુકાના મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ સહિત અધિકારીગણ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો અને ગામેગામ ના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
