છેલ્લા બે દાયકાથી રાજ્યના વિકાસની હરણફાળ ભરવામાં ગુજરાતે તેની આગેકૂચ અવિરત જારી રાખી છે – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

શૈશવ રાવ

છેલ્લા બે દાયકાથી રાજ્યના વિકાસની હરણફાળ ભરવામાં ગુજરાતે તેની આગેકૂચ અવિરત જારી રાખી છે – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

અંદાજે રૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિવિધ વિકાસ કામોનું કરાયું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત

રાજપીપલા ખાતે શ્રીમતી પર્યષાબેન વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો રાજપીપલા

પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ

           રાજપીપલા,સોમવાર :- નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી રાજ્ય વિકાસની હરણફાળ ભરવામાં ગુજરાતે અવિરત આગેકૂચ જારી રાખી છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કડીએ ગુજરાતના તમામ મુખ્યમંત્રીશ્રીઓએ વિકાસયાત્રા સતત આગળ ધપાવી છે. ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આજે તેના સાશનકાળનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે સમગ્ર ગુજરાતવાસીઓએ સરકારમાં મુકેલા વિશ્વાસ અને તેના થકી રાજ્યમાં થયેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે.

        જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રાંત કક્ષાએ યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના રાજપીપલા પ્રાંત કક્ષાના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકતા બોલી રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે અંદાજે રૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂતની ડિજીટલ માધ્યમથી ઉક્ત વિકાસ કામોની તકતીનું અનાવરણ કરાયું હતું. જેમાં રૂા.૪.૫૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૩૦૪ જેટલા વિકાસ કામોના ઇ-ખાતમુર્હૂત અને અંદાજે રૂા.૨.૦૯ કરોડથી વધુની રકમના ખર્ચેના ૨૨૫ જેટલા વિકાસ કામોના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે.

     શ્રીમતી પર્યુષાબેન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારના છેવાડાના માનવીના શિક્ષણ, રોજગાર, કૃષિ-સિંચાઇ, પશુપાલન સહિત આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં અદ્વિતીય સફળતા મળેલ છે, ત્યારે સમગ્ર દેશ અને વિશ્વમાં ગુજરાતનું નામ વધુ રોશન થાય એ માટે પ્રજાકીય સુખાકારીના મંજૂર થયેલા વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તે દિશાના પ્રયાસો વધુ ધનિષ્ઠ બનાવવામાં સૌ કોઇને સહયોગી બનવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતોં. 

            નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યાભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધમાં જણાવ્યું હતું કે, આજના સમારોહમાં જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને લાભાર્થીઓનો થયેલો સુભય સમવય જિલ્લાવાસીઓની વિકાસની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષવામાં કડીરૂપ બનવાની સાથોસાથ નર્મદા જિલ્લો આગામી સમયમાં વિકાસની દિશામાં ચોક્કસ નંદનવન બની રહેશે, તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.

            આ પ્રસંગે નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઇ વસાવા અને પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.

          આ સમારોહમાં ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ભીલ, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, શ્રી રમણસિંહ રાઠોડ, શ્રી વિક્રમભાઇ તડવી, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રાયોજના વહિવટદારશ્રી પંકજ ઔંધિયા, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ ગ્રામજનો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

             પ્રારંભમાં તિલકવાડાના મામલતદારશ્રી પ્રતિક સંગાડાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં અને અંતમાં નાંદોદના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારીશ્રી પટેલે આભાર દર્શન કર્યું હતું                  
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM