સોલીયા ગામ ખાતે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

ભારતનું ગૌરવ, યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ 1893 માં આજના દિવસે અમેરિકાના શિકાગો ધર્મ સંસદને સંબોધિત કરી વિશ્વને સનાતન સંસ્કૃતિથી વાકેફ કર્યા હતા જે ઐતિહાસિક દિવસને યાદ કરતા આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ( રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય) દ્વારા સોલીયા ગામ ખાતે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને નર્મદા જીલ્લાના મહામંત્રી નીલભાઇ રાવ દ્વારા યુવાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં જીલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઇ વસાવા, સ્વામી વિવકાનંદ યુવક મંડળ દક્ષિણ ગુજરાતના ઝોન સંયોજક યતીનભાઇ નાયક, યુવા મોરચા પ્રમુખ પીયુષભાઇ બી.વસાવા, યુવા મોરચા મહામંત્રી અજયકુમાર સી. વસાવા, યુવા મોરચા મહામંત્રી લાલસિંગભાઇ વસાવા, યુવક બોર્ડના સભ્ય મિતેશકુમાર (પીન્ટુ) જે. વસાવા, રિપ્તેશકુમાર સી. વસાવા અને દેડિયાપાડા તાલુકાના યુવાનો ઉપસ્થિત રહ્યા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *