અમિયાપુર ગામે ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા કરવાનો તથા નવા ચૂંટણી કાર્ડ માટેના ફોર્મ ભરવાનો કેમ્પ યોજાયો હતો

કમલમ્ ન્યુઝ

ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૧૧ સંગઠન દ્વારા તા. ૧૧-૦૯-૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે અમિયાપુર ગામે શ્રીજી વિલા બંગ્લોઝ તથા પલાશ -૮૦ અને તેની આસપાસની સોસાયટીઓ ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા કરવાનો તથા નવા ચૂંટણી કાર્ડ માટેના ફોર્મ ભરવાનો કેમ્પ રાખવામાં આવેલ, જે કેમ્પમાં વોર્ડ ૧૧ ના કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, વોર્ડ પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી ભવાનસિંહ વાઘેલા, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય તથા સુમનભાઈ પટેલ, મંત્રીશ્રીઓ જયેશભાઈ પંચાલ તથા રમેશજી ઠાકોર, જગદીશજી ઠાકોર તથા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા ઉપસ્થિત રહીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૧૨- જેટલા નવા મતદારો/અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા મતદારો/સરનામું ફેરફાર કરવાનું હોય તેવા મતદારોના ફોર્મ ભરવામાં આવેલ. આ કાર્યક્રમનો ખુબ મોટા પ્રમાણમાં લાભ લેવા તેમજ સંગઠનને સહયોગ આપવા બદલ શ્રીજી વિલા બંગ્લોઝ તથા પલાશ-૮૦ ના રહીશોનો ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૧ સંગઠન તરફથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM