પાટણ અને એકલવ્ય જનસેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમેમીરા દરવાજા ભીલવાસ ખાતે PMJAY Card યોજનાનો કેમ્પ યોજાયો

મીરા દરવાજા ભીલવાસ ખાતે PMJAY Card યોજનાનો કેમ્પ યોજાયો


સંકલ્પ સંસ્થા, પાટણ અને એકલવ્ય જનસેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તાલુકા હેલ્થ ઓફીસ ના સહયોગ થી હાલ સરકાર દ્વારા ચાલતી યોજના પી.એમ.જે..વાય. મા કાર્ડ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના કાર્ડ કઢાવવાનો કેમ્પ જોગણી માતાના મંદિર પાસે, મીરા દરવાજા ભીલવાસ ખાતે રાખવામાં આવ્યો હતો આ યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક રૂ.૫ લાખ સુધીનું વિનામૂલ્યે આરોગ્ય કવચ મળે છે. આ પ્રસંગે સંકલ્પ સંસ્થા ના પ્રમુખ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, સંકલ્પ સંસ્થાના મહામંત્રી અને એકલવ્ય જનસેવા ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ ભીલ, દિનેશભાઈ ભીલ, પરેશભાઈ મકવાણા, રમેશભાઈ ભીલ વિગેરે ઉપસ્થિત રહી ૧૦૦ ઉપરાંત લાભાર્થીઓને લાભ અપાવ્યો હતો. નેશનલ હેલ્થ ઓથોરિટી, દિલ્હી ના અધિકારી સાથે પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અલ્કેશભાઈ સોહલ, સરસ્વતી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મિતેશભાઈ પ્રજાપતિ, ડી.પી.ઓ. ભૂમિકાબેન પટેલ નીઆરોગ્ય ટીમ એ કેમ્પની મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી તેમજ લાભાર્થીઓના ઓનલાઈન પોર્ટલ ઉપર કાર્ડ કાઢવા માટે પોર્ટલ ઉપર આવતી સોફ્ટવેરને લગતી તકલીફોના નિરાકરણ લાવવા રૂબરૂ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા હતા. લોકો બહોળી સંખ્યામાં આ યોજનાનો લાભ લે તે માટે આરોગ્ય ટીમે સૂચન કર્યું હતું. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવતા સંસ્થાની કામગીરીની સરાહના કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM