અમદાવાદ થી કેવળિયા જતી જન શતાબ્દી એકતા એક્સપ્રેસ ટ્રેન ને આણંદ ખાતે ટ્રેનને સ્ટોપેજ મળે તે માટે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા રજુઆત

અમદાવાદ થી કેવળિયા જતી જન શતાબ્દી એકતા એક્સપ્રેસ ટ્રેન ને સરદાર પટેલના માદરે વતન આણંદ ખાતે ટ્રેનને સ્ટોપેજ મળે તે માટે આણંદના સિનિયર સીટીઝન,બિલ્ડર એસોસીએશન તેમજ આણંદ જિલ્લાના સર્વે નાગરિકો દ્વારા સાંસદ શ્રી મિતેષભાઈ પટેલને એક રજુઆત કરી હતી જે અંતર્ગત સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા દિલ્હી સ્થિત માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ સાહેબ તથા આદરણીય શ્રીમતી દર્શનાબેન જરદોસજીને રજુઆત કરેલ જે અંતર્ગત આણંદ ખાતે જન શતાબ્દી એકતા એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ મળતા આજ રોજ આણંદ રેલવે સ્ટેશન માનનીય સરદાર પટેલના કુટુંબીજન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા શ્રી સમીરભાઈ પટેલ ના હસ્તે એકતા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, કરમસદ શહેર પ્રમુખ શ્રી સુનિતભાઈ પટેલ, વિદ્યાનગર શહેર પ્રમુખ શ્રી તેજશભાઈ પટેલ, પશ્ચિમ રેલવે ડી આર એમશ્રી, મહામંત્રીશ્રીઓ, આણંદ નગરપાલીકા તેમજ વિદ્યાનગર ના કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *