સુરત ના યુવાન નુ કાશી મા નમો નમો

સુરત ના સામાજિક કાર્યકર સિદ્ધાર્થ દોશી દ્વારા વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે કાશી વિશ્વનાથ વારાણસીમાં નમો નમો

મોદી જી ના ૭૧ પૂર્ણ થયા બાદ ૭૨ વર્ષમાં પ્રવેશ કર્યો છે તેના ભાગરૂપે સુરતના યુવાને નરેન્દ્ર ભાઈ ના સંસદીય ક્ષેત્ર એટલે કે વારાણસીમાં વિશ્વવિખ્યાત મંદિર શ્રી કાશી વિશ્વનાથ મંદિર વારાણસી ક્ષેત્રમાં તેમના દીર્ધાયુ તથા વિશ્વ શાંતિ લોક કલ્યાણ અર્થે ત્યાં મહા લઘુરુદ્રી હોમાત્મક યજ્ઞનો આયોજન કર્યું હતું જેમાં સવા લાખ બિલિયપત્ર ચડાવવા વામાં આવ્યા હતા અને 72 હજાર રુદ્રાક્ષ મંત્રો જાપ કરી સિદ્ધ કરીને શિવ મહાપૂજા કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીજી પ્રત્યે આટલી પ્રેમ ભાવના જોઈને સિદ્ધાર્થ દોશી ના આમંત્રણ ને માન રાખી ત્યાંના સ્થાનિક પ્રશાસન સામાજિક કાર્યકરો અને સામાજિક આગેવાનો જોડાયા હતા

વારાણસી ના શહેર ભાજપ પ્રમુખ શ્રી વિદ્યાસાગર રાય જોડાયા અને કહ્યું કે અમે કાશીવાસી હોય તો અનેક આયોજન કર્યા છે પણ ગુજરાતથી આવીને આપે જે આયોજન કર્યું તે બદલ આપને અભિનંદન છે અને સૌ ગુજરાતવાસી ઓ ને અભિનંદન છે

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર મોદીજીના વારાણસી લોકસભા પ્રભારી શ્રી શિવ ચરણ પાઠક જી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સિદ્ધાર્થભાઈના તિરંગા યાત્રા અને અનેક સેવાકીય પ્રવૃતિને બિરદાવી અને આવા જ મંગળ કાર્યો કરવા બદલ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા અને મોદી સાહેબના સંસદીય ક્ષેત્રમાં કાર્ય કરવા બદલ આભાર રુપી શુભેચ્છાઓ આપી હતી

કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે વારાણસી આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી અવધેશ પાંડેજી પધાર્યા હતા અને તેઓએ સિદ્ધાર્થભાઈ ને કાર્યક્રમ બદલ ખુબ જ શુભકામનાઓ આપી હતી

કાર્યક્રમમાં અનેક વિધવાન પંડિતો અને કાશી ક્ષેત્ર અનેક મહાનુભાવો જોડાયા હતા અને કાર્યક્રમ સફળ પ્રતિસાદ રહ્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM