



સુરતમા ભાષાદિવસ ઉજવણી સમારોહમા છવાઇ ગયા સંસદ સભ્ય પૂનમ માડમ —“હિન્દી” ના મહત્વના પાસાઓ કર્યા ઊજાગર
સુરત ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ વખતે જામનગરના સાંસદને સેશન અધ્યક્ષતાનુ સાંપડ્યુ ગૌરવ
જામનગર
ભાષા થી અભિવ્યક્તિ-સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે તેમ ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ તેઓએ સુરત ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય અને ગરીમામય સમારોહમાં મનનીય વ્યકતવ્ય આપ્યુ ત્યારે સૌ મંત્ર મુગ્ધ થઇ ગયા હતા કેમકે દૈવીભાષા નુ મુલસ્વરૂપ ધરાવતી હિન્દી ભાષા એક આગવુ અને રાષ્ટ્રીય સ્તર ધરાવે છે તેમ આ તકે સાસંદ પૂનમબેને જણાવ્યુ હતુ
ઉલ્લેખનીય છે કે સુરત ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ વખતે જામનગરના સાંસદ પૂનમબેન ને સંમેલન દરમ્યાન એક મહત્વના સેશનમા અધ્યક્ષતાનુ ગૌરવ સાંપડ્યુ તે જામનગર-દ્વારકા બેને જિલ્લાનુ અને ગુજરાતી સંસદસભ્ય માટે ગૌરવપ્રદ હોય તે સ્વાભાવિક છેવતેમ વિશ્ર્લેષકો કહે છર
હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨ નિમીતે બીજું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ હતું. જેમાં મુખ્ય અતિથી તરીકે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા વિભાગના માન.મંત્રીશ્રી અમીતભાઈ શાહની ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી માન.શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતી રહી હતી આ સંમેલનમાં માન.સાંસદશ્રી પૂનમબેન માડમ દ્રારા ‘’ ભાષા ઈ સમન્વય કી ભાષા હૈ હિન્દી” વિષય ઉપર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા
હિન્દી ભાષા પ્રત્યે સાંસદ તરીકે શ્રી પૂનમબેનને વિશેષ આદર છે અને માતૃભાષા ગુજરાતી પ્રત્યે એક માતા જેવો સબંધ છે. હિન્દી ભાષાને સન્માન આપવું એ અન્ય ભાષાઓનું અપમાન ન હોઈ શકે પરંતુ હિન્દી ભાષા સૌને મત મતાંત૨ છોડીને એકત્વ સાધવાની પ્રેરણા આપે છે
હિન્દી ભાષા એ આઝાદીના સમયથી સ્વતંત્રતા સેનાનીઓ વચ્ચે પરસ્પર સંક્લનનું કાર્ય કર્યુ છે. ભારતીય બંધારણ સભાએ તા.૧૪ સપ્ટેમ્બર ૧૯૪૭ ના રોજ હિન્દીને રાજભાષા તરીકેનો સ્વીકાર કર્યો છે. રાજભાષાના વિકાસ માટે સંવિધાનમાં પણ જોગવાઈઓ થયેલ છે અને હાલની સરકાર પણ હિન્દી ભાષાને પરસ્પર સંકલન સાથે એક ઉચ્ચ સ્થાન અપાવવા માટે પ્રતિબદ્ધ છે, સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા આ વિષય ઉપર રજુ કરેલ તેમના વક્તવ્ય અને વિચારોના ઉંડાણ અને હિન્દી દિવસ ને સાર્થક કરતા વિચારો અને મુદાઓની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે આ સમારોહ સ્તુત્ય બની રહ્યો હતો
આ તકે તેમના સંદેશામા પૂનમ માડમ એ જણાવ્યુ હતુ કે રાજભાષા સંમેલનમા ઉપસ્થિત રહેવાનો તેમજ નિષ્ણાંતો સાથે પરામર્શનો અવસર સાંપડ્યો હતો આ તકે તેમણે અનુરોધ કર્યો છે કે હિન્દી ભાષા ના મહત્વનિ આપણે સૌ જાળવણી કરી હિન્દી ના મુલ્યો વિશેષતા અને સાહિત્યને વધુ બુલંદી અપાવીએ તે સમયનીમા્ગ છે તેમજ રાષ્ટ્રભરમા એકસરખીઅભિવ્યક્તી ની ધરી છે
