તા.૨૫ સપ્ટેમ્બર, રવિવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીએ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સવારે ૬.૩૦ કલાકે ‘રન ફોર ડેવેલપમેન્ટ’ મેરેથોન દોડ યોજાશે.

ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

‘રન ફોર ડેવેલપમેન્ટ’ મેરેથોનનું પ્રસ્થાન ઘ-૬ સર્કલ થી તેમજ સમાપન સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડને થશે.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે સંદર્ભે તા.૨૫ સપ્ટેમ્બર રવિવારે જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીના રોજ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સવારે ૬.૩૦ કલાકે ‘રન ફોર ડેવેલપમેન્ટ’ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. મેરેથોન દોડનું પ્રસ્થાન ઘ-૬ સર્કલ થી તેમજ સમાપન સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડને થશે. ‘રન ફોર ડેવેલપમેન્ટ’ મેરેથોન દોડ મહાનગરના મેયરશ્રી હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ડૅ. પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંત પટેલ, યુવા મોરચાના પ્રભારી નિસર્ગ વ્યાસની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *