


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને લગતી વિવિધ વિભાગને સ્પર્શતી ૬૦૦થી વધુ અરજીઓનું કેમ્પમાં સફળતાપૂર્વક નિવારણ કરાયું.
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનો કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં આયોગના સભ્ય સચિવ સુશ્રી રૂપાલી બેનર્જી સિંઘના અધ્યક્ષ પદે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં બાળકોને સંરક્ષણ લગતી ફરિયાદ નિવારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેન્ક ખાતા ખોલાવવા , આધારકાર્ડ કઢાવવા તથા જાતિના દાખલા કઢાવવા જેવા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કમિટીના સલાહકાર શ્રી પરેશભાઈ શાહે રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોજનની કામગીરીની રૂપરેખા સમજાવી હતી તથા શિબિરમાં જિલ્લામાં બાળકોના લગતી ફરિયાદને દૂર કરવા જણાવ્યું હતું. આ કેમ્પનો પ્રારંભ કરાવતા નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાંધલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,૦ થી ૧૮ વર્ષના બાળકોને લગતા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગને સ્પર્શતી ફરિયાદને દૂર કરવા કમિટીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૦૦ થી વધુ બાળ સંબધિત ફરિયાદને દૂર કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે.
આ પ્રસંગે કોરોના કાળમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવનાર બાળકોને પાલક માતા પિતા યોજનાનો સહાય મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતાં. આ શિબિરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પિયુષ પટેલ,ભરૂચ પ્રાંત અધિકારી શ્રી યુ એન જાડેજા,પોલીસ ઇન્સ્પેકટર શ્રી પ્રદીપસિંહ વાઘેલા,કમિટીના સલાહકાર શ્રી પરેશભાઈ શાહ તથા,જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય શ્રી નરેન્દ્ર પટેલ અને શ્રીમતિ મધુમાલાસિંગ તેમજ ચાઇલ્ડ વેલ્ફર કમિટીના સભ્ય શ્રી ચંદ્રકાંતભાઈ, શ્રીમતિ નયનાબેન, શ્રીમતિ ભારતીબેન તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
