ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લાકક્ષાનો રોજગાર એપ્રેન્ટીસ નિમણુકપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

“આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતની” સંકલ્પનાને સાકાર કરવા નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે યુવાનોને પ્રેરીત કર્યા.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત રોજગાર એપ્રેન્ટીસ નિમણુકપત્રો વિતરણ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુ્ષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે તેમણે પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૧૦૩ યુનિવર્સિટીઓ આવેલી છે. જેથી ગુજરાત હવે અભ્યાસ ક્ષેત્રે ડેસ્ટીનેશન હબ બન્યું છે.સ્ટાર્ટઅપ ઈન્ડસ્ટ્રીના કારણે યુવાનોને રોજગારી માટે પ્રબળ તકો મળી રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઔધોગિક ક્ષેત્રનું હબ છે ભરૂચ જિલ્લો ત્યારે અહિં રોજગારીની વિપુલ તકો શિક્ષિત યુવાનોને મળી રહી છે. જેથી કરીને સમગ્ર ગુજરાત તથા દેશમાં ભરૂચ જિલ્લા રોજગારી આપવામાં માતબર ફાળો આપ્યો છે.વધુમાં તેમણે યુવાનોને પોતાના ક્ષેત્રમાં કૌશલ્ય વધારીને “આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતની” સંકલ્પનાને સાકાર કરવા પ્રેરીત કર્યા હતા.જિલ્લામાં ૩૫ ભરતીમેળા યોજીને ૬૦૦૦ થી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે. વધુમાં મહાનુભાવોના હસ્તે યુવાનોને નિમણૂંક પત્રો અને એપ્રન્ટીસશીપના નિમણૂંક પત્રોનું વિતરણ કરાયું હતું .આ પ્રસંગે રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, રોજગાર અધિકારી શ્રી એન આર દવે ,અંકલેશ્વર આઈ ટી આઈના આચાર્ય શ્રી બી. ડી. રાવળ સહીત વિવિધ ઔધાગિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા મોટી સખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *