



સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત શ્રી સી.જે. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ (બી.સી.એ) દ્વારા તા. ૨૪-૦૯-૨૦૨૨ ના રોજ એન.એસ.એસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કહેવાય છે જે સમાજમાં આપણો વિકાસ થાય છે એ સમાજના નાગરિકો માટે નિસ્વાર્થ ભાવે કાઇંક કરી છૂટવું એ આપણી સામાજિક નહિ પરંતુ નૈતિક જવાબદારી પણ બને છે. NSS જે રાષ્ટ્રીય સેવા યોજના તરીકે સમગ્ર દેશમાં જાણીતું છે. આ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ NSS દિવસ હતો ત્યારે વિસનગર ની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ની બી.સી.એ. કોલેજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવી કે (1) પ્રાથમિક શાળાના બાળકોને NSS અને કોમ્પ્યુટરથી માહિતગાર કર્યા હતા (2) ગામડાના શિક્ષણથી વંચિત એવા બાળકો અને બુઝુર્ગ વર્ગને સાક્ષરતા અભિયાન અંતર્ગત સાક્ષરતાનું મહત્વ સમજાવી સાક્ષરતા તરફ જાગૃતતા જગાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા (3) ગામડામાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું તથા (4) રોડ ઉપર વાહન ચલાવતા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.સી.એ. કોલેજના NSS કો. ઓર્ડીનેટર પ્રો. યોગેશ પટેલ તથા બી.સી.એ. સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું જેમાં 70 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની સામાજિક જવાબદારી સમજી ભાગ લીધો. આ સમગ્ર કાર્યક્રમ માટે બી.સી.એ. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. અભિજિત સિંહ જાડેજા તથા યુનિવર્સિટીના NSS કો. ઓર્ડીનેટર ડો. રાકેશ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ તથા સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી તથા આવા સામાજિક જવાબદારીના નિસ્વાર્થ કામ માટે વિદ્યાર્થીઓ તથા સ્ટાફને બિરદાવવામાં આવ્યા હતા.
