રોજગાર/એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્રોના વિતરણ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લા શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યોજાઈ ગયો.

ગાંધીનગર,સોમવાર
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ રોજગાર- એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્ર વિતરણ સમારંભનું આયોજન કરાયું હતું. ગાંધીનગર જિલ્લામાં આજે કુલ- ૩૮૦૦ જેટલા રોજગાર- એપ્રેન્ટીસ નિમણુંક પત્ર આપવામાં આવ્યા છે. ગાંધીનગરના સિવિલ હોસ્પિલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ સમારંભમાં મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મ રૂપે ૨૮ ઉમેદવારોને નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા.સમારંભનો દીપ પ્રાગટય કરીને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતની વિકાસ યાત્રાની વણઝારમાં સહભાગી થવા અને પોતાનું કાર્મિક યોગદાન આપતા આ યુવાનોને જોઈને આજે ખુબ ખુશી થાય છે. કારણ કે સૌના આદર્શ અને માર્ગદર્શક એવા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ન્યુ ઈન્ડીયનું સપનું જોયુ છે. તેને સાકાર કરવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. આ દિશામાં રાજયના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના શ્રમ – રોજગાર વિભાગ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં ૯૩૦ ભરતી મેળાઓનુ આયોજન કરીને ૩૩૦૦ નોકરીદાતાઓ દ્વારા ૧ લાખ ૩૦ હજાર ઉમેદવારોને નોકરી આપવામાં આવી છે. ૨૦,૦૦૦ થી પણ વધારે ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.જિલ્લા રોજગારી અધિકારી શ્રી ડી.કે.ભટ્ટ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યુવાનોને રોજગાર/એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્રોના વિતરણ કાર્યક્રમના ભાગ રૂપે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. ગાંધીનગર જિલ્લામાં ૨૩ ભરતી મેળા યોજીને ૨૫૬૬ ઉમેદવારોની પસંદગી તેમજ ૧૨૨૧ ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે કામ કરવાની તક આપવામાં આવી છે. ભરતી મેળાના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૩૦૦૦ થી પણ વધુ યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે.કાર્યક્રમમાં અમદાવાદ ખાતે યોજાયેલ રાજયના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલેની ઉપસ્થિતિમાં યોજાયેલ રોજગાર- એપ્રેન્ટિસ ભરતી મેળાનું જીવંત પ્રસારણ પણ સર્વે ઉપસ્થિત ઉમેદવારો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું.કાર્યક્રમની આભાર વિધી આઈ.ટી.આઈ ના પ્રિન્સિપલ શ્રી ધ્રુતિબેને કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી આર. ડી .સિંઘ સહિત આમંત્રિત મહાનુભાવો અને નોકરી વાંચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM