


ભારતીય બૌધ્ધ સંઘ દ્વારા આયોજિત સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણ સંમેલન તેમજ પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સમ્માન-૨૦૨૨ રાષ્ટ્રીય એવોર્ડ કાર્યક્રમ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે ડો સત્ય નારાયણ જટીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય ભાજપ સંસદીય દળ અને રાષ્ટ્રીય ભાજપ ચૂંટણી સમિતિના સભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ડો સત્ય નારાયણ જટીયા એ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પંડિત દિનદયાલ ઉપાધ્યાય જીના આદર્શોને આગળ વધારવા માટે તેમજ ભગવાન બુદ્ધના પ્રેરણાદાય વિચારોને મૂર્તિમંત કરવા માટે ભારતીય બૌદ્ધ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભન્તે સંઘપ્રિય શ્રી રાહુલજીની રાહબરી હેઠળ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય બૌદ્ધ સંઘ સુંદર કાર્ય કરી રહ્યો છે.ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં શ્રીસત્યનારાયણ જટીયા પૂર્વ કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય ભાજપ સંસદીય દળ અને રાષ્ટ્રીય ભાજપ ચૂંટણી સમિતિના સભ્ય,શ્રી અજય મિશ્રા કેન્દ્રીય ગુહ રાજ્યમંત્રી , શ્રી કપિલ ખન્ના અધ્યક્ષ ,વિશ્વ હિન્દુ પરિષદ દિલ્હી, ભન્તે સંઘપ્રિય શ્રી રાહુલ
ભારતીય બૌદ્ધ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ,શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ રાષ્ટ્રિય વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભારતીય બૌધ્ધ સંઘ,
શ્રીમતી અનિતા આર્ય પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી ભાજપ, પૂર્વ સાંસદ રાજ્યસભા, પૂર્વ મેયર દિલ્હ,સહિત વરિષ્ઠ ગણમાન્ય આગેવાનોના વરદહસ્તે જાણિતા યુવાન સામાજિક કાર્યકર શ્રી અરૂણકુમારને સર્વ સમાજ માટેના સેવા કાર્યો તથા નારી વિકાસ સમ્માન માટેના કાર્યો, રાષ્ટ્રીય કક્ષાએ કુદરતી આપદામાં વિશિષ્ટ કામગીરી, તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાન તેમજ તેમના જીવન અને છેવાડાના લોકો સુધીના સેવાકીય કાર્યો સહિત લોક જાગૃતિ માટે ભારત દેશના મહાન સપુત અંત્યોદયોના ઉધ્ધારક, જનસંઘના સ્થાપકો પૈકીના પંડિત દિન દયાલ ઉપાધ્યાયના ૧૦૬મી જન્મ જયંતીએ ભારતીય બૌદ્ધ સંઘે “પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સમ્માન-૨૦૨૨ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સમ્માન-૨૦૨૨ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ” સ્વીકારી ને અરૂણકુમાર એ ભાવસભર જણાવ્યું હતું કે ભારતીય બૌદ્ધ સંઘના ઉપક્રમે “પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સમ્માન-૨૦૨૨ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ” થી મારું સન્માન કરવામાં આવ્યું છે જે બદલ હું ભારતીય બૌદ્ધ સંઘના સર્વ હોદેદારો શ્રી ઓ કાર્યકર મિત્રોનો હ્રદય પૂર્વક આભાર પ્રગટ કરું છું મારા શેષ જીવનના વર્ષો માં પણ હું સદૈવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી, શ્યામા પ્રસાદ મુખર્જીના અંખડ ભારત વિકાસના સ્વપ્ન,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અને સમાજના સર્વાંગી વિકાસ ઉત્થાનને સાકાર કરવા માટે સતતપણે પ્રયત્નશીલ રહીશ.
