ગુજરાત માં એક માત્ર અંકલેશ્વર રાણા સમાજ દ્વારા યોજાતા ઉભા ગરબા

250 વર્ષ ઉપરાંત થી યોજાતા પ્રાચીન ગરબા

માંડવી બનવી 3 ગોખ માં માતાજી નું સ્થાપન કરી યોજાતા ગરબા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ગુજરાત માં એક માત્ર અંકલેશ્વર શહેર ના રાણા સમાજ દ્વારા વર્ષો થી પ્રાચીન ગરબા નું પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે.રાણા સમાજ ના યુવાનો જાતે જ બાજોટ ,કામરી અને કાગળ ની ત્રણ ગોખ ની માંડવી બનાવી તેમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઝૂમે છે.

આધુનિક ગરબા ની ઝાકમઝોર વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે. વ્યવસાયિક અને આધુનિક ગરબા ના આયોજન વચ્ચે શેરી ગરબા ના અસ્તિત્વ જોખમાઈ ગયું છે.ત્યારે રાજ્ય માં એક માત્ર એવું સ્થળ છે જ્યાં માતાજી ની આરાધના ઉભા ગરબા વડે કરવામાં આવે છે. અંકલેશ્વર રાણા સમાજ ના રાણા સ્ટ્રીક ખાતે સમાજ ના યુવાનો એ વર્ષો જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જાળવી રાખી છે . પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢી ને આપી રહ્યા છે.અંકલેશ્વર ના રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરે છે નવરાત્રી ના પ્રથમ દિવસે . બાજઠ પર વાંસની કામળી ની માંડવી બનાવે છે. જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે. અને કાગળ વડે માંડવી સજાવવામાં આવે છે. જેમાં નવ સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિન્હનું સ્થાપન સાથે 3 માળ ની ગોખ માં દરેક માળે માતાજી ની સ્થાપના કરવામાં આવે છે. તેની આરતી કરી સમાજ ના યુવાનો વડીલો માથા પર મૂકી તેને લઇ ગરબા રમે છે. ત્યારબાદ ચોક ખાતે બનાવેલ માતાજી ના સ્થાનક પર બાજઠ પર તેને બેસાડવામાં આવે છે. અને પ્રાચીન ગરબા ની શરૂઆત કરવામાં આવે છે.અને રોજ માંડવી લઇ આવી અને તેને મૂકી 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. જે બાદ અંતિમ દિવસે આ માંડવી ને માતાજી ગરબા ઘુમતા ધુમતા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *