



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેરમા ગુંજ સોશ્યલ ગૃપ દ્વારા સતત સાત વર્ષથી ગરબા મહોત્સવ કરવામાં આવી રહયો છે,પાછલા પાંચ વર્ષમા “મારી દીકરી મારા આંગણે” ના સુત્ર થકી દિકરીઓ પોતાના શહેરમાજ ગરબા રમે એવું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ કોરોના કાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી ગુંજ પાર્ટી પ્લોટ,ગુપ્તા ફાર્મ,જુની દીવી ખાતે ગરબા મહોત્સવ કરવામાં આવે છે. આ સાથે ગુજ સોશ્યલ ગૃપ દ્વારા સતત સાત વર્ષથી સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ પણ કરવામાં આવે છે દર વર્ષે 51 દિકરીઓ જે સૌથી વધુ ગરીબ અને મા/બાપ વિનાની દિકરીઓ ના લગ્ન કરવામાં આવે છે અત્યાર સુધી 357 જેટલી દિકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે.સાથે ગુંજ સોશ્યલ ગૃપ દ્વારા કુદરતી આફતના સમયમા અને કોરોના કાળ દરમિયાન જરૂરિયાત મંદ લોકોને માસ્ક અને સેનીટાઈઝર અને અનાજની કિટનુ પણ વિતરણ કરવામાં આવ્યું છે.કોઈ પણ ધાર્મિક તહેવારો હોય ત્યારે નિઃશુલ્ક પાણી,છાસ, સરબત નું વિતરણ કરવામાં આવે છે આ ગુંજ સોશ્યલ ગૃપ સમાજના વિવિધ ધર્મ અને જ્ઞાતિના સમૂહના કુલ 111 સભ્યો દ્વારા ચલાવવામા આવે છે. ગુંજ સોશ્યલ ગૃપના પ્રમુખ શ્રી સુધીરભાઈ ગુપ્તા અને ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ અગ્રાવાલ અને સભ્યો દ્વારા અવિરત સેવા કાર્યો કરવામાં આવે છે.

