જામ જોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

જામજોધપુર તાલુકા સહકારી સંઘની વર્ષ 2021 -22 ની ની વાર્ષિક સાધારણ સભા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પ્રમુખ કિશોરસિંહજાડેજા ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા પૂર્વ ધારાસભ્ય તથા માર્કેટિંગ પાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા જિલ્લ પંચાયતના પૂર્વ સદસ્ય હેમતખવા જિલ્લા ખરીદ વેચાણ સંઘના સદસ્ય પ્રહલાદસિંહ જાડેજા સંઘના ડીરેક્ટર જમનભાઈ વાછાણી ભીમશીભાઈ શીર ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા આજ બાજુ ગામના સેવા સહકારી મડળીના પ્રમુખોની ઉપસ્થીતીમાં યોજાઈ હતી તેમજ આ સંઘ દ્વારા રાસાયણિક ખાતર બિયારણ તથા જંતુનાશક દવાઓનું વેચાણ કરાય છે જેથીતાલુકાના ખેડૂતોને સહેલાઈથી મળી શકે તેમ આ મીટીંગમાં સંઘની પ્રગતિ થાય તે માટે નવી નવી કામગીરી ની ચર્ચા કરવામાં આવેલ જેવી કે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી અને બાગાયત વિભાગ તરફથી ખેડૂતોને સબસીડી યુક્ત ઓજારો ખેતીના સાધનો દવા છાંટવાના પંપ સેન્દ્રીય ખાતર બિયારણ વગેરે સબસીડી પાત્ર લાભો ખેડૂતોને મળે એના માટેની તમાn કામગીરી ભવિષ્યમાં શરૂ કરવા નિર્ણય કરવામાં આવેલ તેમજ આજ દિવસ સુધી સંઘને ખેડૂતો માટે ખરીદી કરવા માટે જરૂરીયાત મુજબ લોન લેવા માટેની ૫૦ લાખની મર્યાદા હતી તે એક કરોડની કરાઇ હતી તેમજ ગત વર્ષની સરખામણીમાં તાલુકા સંઘની વેચાણ પ્રવૃત્તિઓમાં છેલ્લા પાચ મહિનાના ખૂબ જ મોટો વધારો જોવા મળેલ છે અને દોઢ કરોડ થી ઉપરનું ટર્ન અવર કરેલ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *