રાજકોટ જીવનનગર પ્નાચીન ગરબીને ૪ર માં વર્ષના સમાપને મહાઆરતી યોજાઈ

કપટ–અમાનવીયતા સામે માનવતાના વિજય માટે કટીબદ્ધ બનીએ.. જયંત પંડયા

– બાળાના વાલીઓએ સામુહિક દિપ પ્નાગ્ટય કરી, અધર્મ પર ધર્મના વિજયના શપથ લીધા.
– રાસ–ગરબાની જમાવટ સાથે પ્નાચીન ગરબીએ ૪ર વર્ષ પુરા કર્યા.
– શરદપૂનમે મહિલા મંડળનું અદ્દભુત સન્માન થશે.
– સોના–ચાંદીની લ્હાણીથી બાળાના વાલીઓ ખુશખુશાલ.


અમદાવાદ : રાજકોટ જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૪ર મા વર્ષના પ્નાચીન ગરબીની પૂર્ણતાએ સામુહિક દિપ પ્નાગ્ટય સાથે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાળાઓને સોના– ચાંદીની લ્હાણી આપતા વાલીઓએ ખુશી વ્યક્ કરી હતી. કપટ–અમાનવીયતા સામે માનવતાનો વિજય એટલે દશેરાની ઉજવણી સાથે અધર્મ ઉપર ધર્મના વિજય માટેના શપથ લેવામાં આવ્યા હતા.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ પ્નાચીન ગરબીનું ૪ર વર્ષ પુરા કરતાં જણાવ્યું કે આ ગરબીમાં માનવતાની મહેક છે. હિન્દુ–મુસ્લ્મિ બાળાઓ હોંશભેર ભાગ લે છે. માનવધર્મ– રાષ્ટ્રધર્મને સમિતિ અનુસરે છે. રૈયા રોડ ઉપર મહાદેવધામને માનવ મંદિર શ્રદ્ધાળુઓએ ઓળખ આપી છે. ચાર સોસાયટીમાં રહેતા બુર્ઝુગોની જરૂરીયાત મુજબ સમિતિના સદસ્યો કામ કરે છે. દિકરીઓના મા–બાપનું સન્માન કરી શિક્ષણ માટે પ્નેરક સમિતિ કામ કરે છે. રહીશોની એકતાને વંદન કરી કદર કરવામાં આવી હતી.
સામુહિક દિપ પ્નાગ્ટયમાં બાળાના વાલી ગાયત્રીબેન પરમાર, હેતલબેન ચૌહાણ, મનુબેન ઝાપડા, રૂપલબેન પીઠડીયા, મિતલબેન બોરીચા, જીજ્ઞાબેન મકવાણા, જસ્મીનાબેન વ્યાસ, વૈશાલીબેન જોબનપુત્રા, પાયલબેન, સોનલબેન વરૂ, અફસાનાબેન સહિત મહિલા મંડળના સદસ્યોએ ભાગ લઈ મહાઆરતી કરી હતી. ઉત્સાહ–ઉમંગમાં વધારો થયો હતો.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે આગામી ૯ મી ઓકટોબર રવિવાર રાત્રિના ૯ કલાકે શરદપૂનમની દૂધ–પૌઆનો સામુહિક પ્નસાદ સાથે ઉજવણી કરી બે રાસ–ગરબા નાના–મોટા સામુહિક કરી, સુરનીધિ કરાઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં જ્ઞાનજીવન, જીવનનગર, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા, બ્રહ્મસમાજ, તિરૂપતિ સોસાયટીના રહીશો ભાગ લેવાના છે.
મહિલા મંડળના ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા વકીલ, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ સુંદર કામગીરી બજાવી સમન્વય કર્યો હતો. કેતનભાઈ મકવાણા, વિનોદરાય જે. ભટ્ટ, પાર્થ ગોહેલ, નવીનભાઈ પુરોહિત, ગોવિંદભાઈ ગોહેલ, પંકજભાઈ મહેતા, વિનુભાઈ ઉપાધ્યાય અને અંકલેશ ગોહિલ દરરોજ વ્યવસ્થા સંભાળતા હતા.
ફોટો તસ્વીર : રાજકોટ જીવનનગર પ્નાચીન ગરબીને ૪ર વર્ષથી પુર્ણતાએ સામુહિક દિપ પ્નાગ્ટય સાથે બાળાઓ–વાલીઓ નજરે પડે છે. સમિતિના પ્નમુખ જયંત પંડયા દ્રષ્ટિપાત થાય છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM