અંકલેશ્વર નગર પાલિકા ના 17 જેટલા માર્ગો ના રિકાર્પેટિંગ કામ નું ખાત મુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગની કામગીરી નો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે પ્રારંભ થયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના શહેર ના વિવિધ વિસ્તારો માં બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

અતિભારે વરસાદને પગલે અંકલેશ્વર શહેરમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ માં મુકાયા હતા ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બિસ્માર માર્ગો માટે ૮૦ લાખ અને નગર પાલિકાએ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 60 લાખ મળી કુલ ૧ કરોડ 40 લાખ ના ૧૭ જેટલા માર્ગોના રીકાર્પેટીંગના કામ મંજૂર કરવામાં આવ્યા છે જે રીકાર્પેટીંગના કામનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ શ્રીમતિ કલ્પનાબેન મેરાઈ, કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ વાહન કમિટીના ચેરમેન શ્રી નીલેશ પટેલ, કોષાધ્યક્ષ,જીલ્લા ભાજપ શ્રી જગદીશભાઈ શાહ, મહામંત્રી શ્રી મિનેભાઈ ગાંધી, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન કિંજલ બા ચૌહાણ, સભ્ય શ્રી અતુલભાઈ મોદી, સહિતના નગર સેવકો, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM