ગણેશ સુગર માં ખાંડ નિયામક દ્વારા ખેડૂત સભાસદોની કસ્ટોડિયન કમિટી નિમવામાં આવી.

સુગરની સીઝન ચાલુ થવાની હોય વહીવટી સુગમતા અને સરળતા માટે નવ જેટલા ખેડૂત સભાસદો વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, ભરૂચ અંકલેશ્વર, હાસોટ, માંગરોલ તાલુકાના નિમવામાં આવ્યા.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ણેશ સુગર વટારીયાના કથિત કરોડોના ભ્રષ્ટાચાર બાબતે ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સમયાંતરે જિલ્લા કલેકટર રજીસ્ટ્રાર ખાંડ નિયામકને ભ્રષ્ટાચાર બાબતે લેખિત રજૂઆતો, ફરિયાદો કરી હતી જેની અસરના ભાગરૂપે ગણેશ સુગરમાં ચોકસી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ચોકસી અધિકારીના ૨૪ મુદ્દાઓના અહેવાલ બાદ ખાંડ નિયામક દ્વારા ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન સંદીપસિંહ માંગરોલા તથા તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જવાબદાર ઠેરવ્યા હતા, જેના અનુસંધાને ગણેશ સુગરમાં કસ્ટોડિયનની મુકાયા હતા. હાલમાં ગણેશ સુગર વટારીયામાં જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ ભરૂચ દ્વારા મંડળીના પ્રગતિશીલ ખેડૂતો, મંડળીના સક્રિય ખેડૂત ઉત્પાદક સભાસદો અને મંડળી સાથે વર્ષોથી સંકળાયેલા છે તેવા તથા મંડળીમાં હાલ સુગર સીઝન ચાલુ થવામાં હોય વહીવટી સુગમતા અને સરળતા માટે સભાસદોને કસ્ટોડિયન કમિટીમાં નિમવામાં આવેલ છે, જેમાં (૧) જીલ્લા રજીસ્ટ્રાર ભરૂચ (૨) મહેન્દ્રસિંહ હરિસિંહ મહિડા વાલીયા (૩) હરેન્દ્રસિંહ ખુમાનસિંહ ખેર વાલિયા (૪) રાયસીંગભાઇ હીરાભાઈ વસાવા નેત્રંગ (૫) પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવા ઝઘડિયા (૬) જયદીપસિંહ ગેમલસિંહ પરમાર ભરૂચ (૭) કિરણભાઈ નટવરભાઈ પટેલ ભરૂચ (૮) જીતેન્દ્રસિંહ રામસિંહ જાદવ માંગરોળ (૯) નિલેશ રમણલાલ પટેલ અંકલેશ્વર (૧૦) મેહુલકુમાર જશવંતલાલ પટેલ હાસોટ ની નિમણૂક કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *