ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ ખાતે અને અંકલેશ્વર વિધાનસભામા અંકલેશ્વર ખાતે ગુજરાત ગૌરવ યાત્રા અને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા આગમન અંતર્ગત બેઠક યોજાઇ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

રાજ્યના પાંચ ઝોનમાં યોજાશે યાત્રા દસ દિવસ ચાલનારી યાત્રામા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના મંત્રીઓ યાત્રા દરમિયાન હાજર રહેશે.યાત્રા થકી રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોને લઈ લોક સંપર્ક કરશે ભાજપ.

12 ઓક્ટોબર થી શરૂ થયેલ યાત્રા ભરૂચ જિલ્લામા તારીખ 15 ઓક્ટોબર ગુજરાત ગૌરવ યાત્રા અને તારીખ 16 ઓક્ટોબર ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનુ આગમન હોય ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી અધ્યક્ષતા બેઠક યોજાઇ અને જીલ્લા પ્રમુખશ્રીએ માર્ગદર્શન આપ્યું. અંકલેશ્વર વિધાનસભામા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામા બેઠક યોજાઇ અને ધારાસભ્ય શ્રીએ પણ માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ અને અંકલેશ્વર વિધાનસભાના મુખ્ય કાર્યકર્તા અને અને આગેવાનો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *