રાજનાથ સિંહ મોદી@20 પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ આવતીકાલે ગાંધીનગરમાં ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, ગુજરાત સરકારના મંત્રી, સંસદ સભ્યો, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગૃહમંત્રી અમિત શાહથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહિતના બાવીસ મહાનુભાવોએ લખેલા એકવીસ પ્રકરણોનો સંગ્રહ, ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું લોકાર્પણ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આ વર્ષે મે મહિનામાં નવી દિલ્હીમાં કર્યું હતું. શ્રી મોદીની વીસ વર્ષની સફર વિશેની સુક્ષ્મદ્રષ્ટીની વિગતોને સમાવતું આ પુસ્તક તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતના પરિવર્તન અને ભારતના વિકાસને દર્શાવે છે.

પી.વી. સિંધુ, શોબનાકામિનેની, સુરજીત એસ. ભલ્લા, અમીશ ત્રિપાઠી, અમિત શાહ, પ્રદીપ ગુપ્તા, અનંત નાગેશ્વરન, અરવિંદ પનાગરિયા, શમિકા રવિ. ઉદય એસ. કોટક, અજય માથુર, અનુપમ ખેર, અશોક ગુલાટી, ડૉ. દેવી શેટ્ટી, નંદન નીલેકણી, ઇન્રીપેન્દ્ર મિસર, સદ્ગુરુ, સુધા મૂર્તિ, અજીત ડોવલ કે.સી., મનોજ લાડવા, ભરત બારાઈ અને ડૉ. એસ. જયશંકર સહિત દેશના અનેક પ્રતિષ્ઠિત નાગરિકોએ તેમના રસપ્રદ અનુભવો લખ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *