ગુરૂવારે રાપરમાં કાળીચૌદશ સામેની જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરશે

  • – વિજ્ઞાન જાથા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરી કાર્યક્રમની ચર્ચા કરશે.
  • – કચ્છના ગ્રામ્ય પંથકમાં સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા જાથાની અપીલ.
  • – તા. ર૩ મી એ રાજયમાં એક હજાર દસ નાના–મોટા નગરોમાં સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

અમદાવાદ : દેશભરમાં કાળીચૌદશની સદીઓ જુની ગેરમાન્યતાનુ ખંડન કરી જાગૃતિ કાર્યક્રમો આપી લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ આખરી તૈયારી કરી લીધી છે. રાજયના એક હજાર દશ નાના–મોટા નગરોના સ્મશાનમાં નવાંગતુક કાર્યક્રમ યોજી માનસિક ભય–ડર, ભ્રામકતા દૂર કરવાના ચમત્કારો, અંધશ્રદ્ધામાં યેનકેન ફસાયેલો છે તેમાંથી મુકત કરવાના પ્નયાસ કરીએ છીએ. અંધશ્રદ્ધાએ માનવીને બરબાદી–પાયમાલી સિવાય કશું જ આપ્યું નથી તેથી તેને તિલાંજલિ આપી દેશવટો આપવાની જરૂર છે. જાથાએ રાજયમાં જાગૃતિ પત્રિકાનું વિતરણનો પ્નારંભ કરેલ છે. રાપરમાં તા. ર૩ ઓકટોબર રવિવારે ૧૧ કલાકે માલી ચોકમાં કાળી ચૌદશ સામેની જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તેવા મુખ્ય ઉદ્દેશ છે.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાપર વિસ્તારના આસપાસના ગામોમાં જાગૃતિ પત્રિકાનું વિતરણ કરશે તેમાં નીલપર, બાદરગઢ, દાભુડા, નાની રવ, મોટી રવ, સઈ ખીરઈ, પ્નાગપર, સેલારી, ઉમિયા, ગોવિંદપર, કલ્યાણપુર, નદાસરા, ત્રમ્બો, કારૂડા, પાલનપર સમય સંજોગો પ્નમાણે વૈજ્ઞાનિક પ્નચાર કરવામાં આવશરે તેમાં અનાજ, પાણીનો બગાડ ન કરવો તે સંબંધી વાત મુકવામાં આવશ. કાળીચૌદશ અશુભ કે ભારે નથી, સદીઓ જુની માન્યતામાં ફેરફાર કરવાની જરૂર છે. કર્મકાંડ–ક્રિયાકાંડોથી માનવીને અધોગતિ મળી છે. હવે જાગવાની જરૂર છે. સંધ્યા સમયે પ્નેતાત્માઓનું વિહાર જાથાએ હંબક સાબિત કર્યું છે. ખાદ્યપદાર્થોનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ. ભારતની વસ્તીમાં લાખો લોકોને એક જ વખત જમવાનું ભોજન મળે છે. લેભાગુઓએ ભારતમાં માનવીનું શોષણ કરવાનું જ કામ કર્યું છે. જેનું અસ્તિત્વ જ નથી તેનો ભય–ડર બતાવી શારીરિક–માનસિક, આર્થિક શોષણ ભ્રામકતાના કારણે કર્યું છે તેમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. લોકોને માનસિક પછાત રાખવાનું ષડયંત્ર છે. કચ્છ જિલ્લામાં જાથા વૈજ્ઞાનિક પ્નચાર કરી પોતાના પરિવારનું કલ્યાણ કેમ થાય તે સંબંધી વાત મુકશે તેમાં જોડાવવા અપીલ છે.
વધુમાં પંડયા જણાવે છે કે ર૩ મી રવિવારે જાગૃતો પરિવાર સાથે સ્મશાનની મુલાકાત કરી ભાવી પેઢીને કાળીચૌદશ સામે જાગૃતિની વાત કરી સાચી સમજણ આપશે તો નાગરિક ધર્મ બજાવ્યો ગણાશે. ભૂત–પ્નેત, જીન્નાત, મામો, ખવિસ, ડાકણ–ચુડેલનું અસ્તિત્વ જ નથી તે સંબંધી હકિકત મુકશે તો જાથાને મદદ કરી ગણાશે.
કાળીચૌદશની પત્રિકા વિતરણમાં ગાગોદર ગામના પિન્ટુભાઈ મેપાભાઈ વાઘેલા, ભુરકિયા ગામના શિવજીભાઈ કાનાભાઈ પરમાર, મથલના સરપંચ હુસેનભાઈ ખલીફા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, વિનુભાઈ ઉપાધ્યાય, ભકિતબેન રાજગોર સહિત કાર્યકરો જોડાવવાના છે. મો. ૯૮રપર ૧૬૬૮૯ સંપર્ક કરવો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM